• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા તેજસ્વી દીકરી રીપલ આનંદભાઈ પી.ઠક્કર નું કરવામાં આવેલ સન્માન*

ડીસા નગરમાં છેલ્લા 182 ગુરૂવારથી પૂજ્ય જલારામ બાપાનાં ભજનો થકી શ્રી જલારામ સત્સંગ મંડળે સેવા,સંસ્કૃતિ,સહકાર, સંગઠન અને ભકિતનું અભૂતપૂર્વ કાર્ય કર્યું છે.182 મા ગુરૂવારે શ્રી લીલાશા આશ્રમ ડીસાના ઉત્સાહી નવયુવાન પ્રમુખ શ્રી વિજયકુમાર દોલતરામ હેમનાનીના નિવાસસ્થાને તેમની દીકરી કશીશના જન્મદિવસ નિમિતે ભજન રાખવામાં આવ્યાં હતાં.

આ અવસરે જલારામ સત્સંગ મંડળ ડીસાના પાયાના નિષ્ઠાવાન કાર્યકર શ્રી આનંદભાઈ પી.ઠક્કર ની દીકરી કુમારી રીપલ કે જે એમ.બી.એ.ના પ્રથમ વર્ષમાં પ્રથમ વર્ગમાં ઉતીર્ણ થતાં તેનું સાલ ઓઢાડી સન્માન કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.આ અવસરે ચિરંજીવી કશીશનો પણ જન્મદિવસ હોઈ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસાના સર્વ નટુભાઈ લીંબાચીયા,ભગવાનભાઈ બંધુ,આત્મારામભાઈ ઓઢાવાળા,દેવચંદભાઈ એન.ઠકકર, મહેશભાઈ ઉડેચા,દિનેશભાઈ ચોક્સી,તારાચંદભાઈ ડી.મજેઠીયા,સંજયભાઈ બારોટ,કનુભાઈ તૃપ્તિવાળા,નવીનભાઈ પ્રજાપતિ,સતીષભાઈ પટેલ,શિલ્પાબેન ઠકકર ,જ્યોતિબેન ઠકકર, પૂજાબેન ઠકકર, ચારૂબેન ઠકકર, મનુભાઈ ઠકકર, દીલીપભાઈ ઠરિયાણી,ઝેબરબેન ચૌધરી સહિત સૌ કોઈએ કુમારી રીપલને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

કુમારી રીપલના સન્માન અને પ્રોત્સાહન બદલ તેનાં માતાપિતા બીનાબેન ઠકકર અને આનંદભાઈ પી.ઠકકરે સૌ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

*મોરબીને જીઆઇડીસી ફાળવવાના સરકારના નિર્ણયને આવકારતા ઓરેવા ગ્રુપ ના સુપ્રીમો જયસુખ ભાઈ પટેલ*

Hello Morbi

*HELLO MORBI:એમ.બી.બી.એસ.થઈ ઉચ્ચ અભ્યાસ હેતુ એડમિશન મેળવી રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતી ભૂજની અતિ તેજસ્વી દીકરીઓ ખુશાલી પૂજારા તેમજ રીયા પૂજારા*

editor

*રાજકોટ શહેર પોલીસ દ્વારા કોરોના ની બીજી લહેર વખતે કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કામગીરી ની બુક તૈયાર કરી મુખ્યમંત્રીને સુપ્રત કરવામાં આવેલ*

Hello Morbi

Leave a Comment