• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:એમ.બી.બી.એસ.થઈ ઉચ્ચ અભ્યાસ હેતુ એડમિશન મેળવી રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતી ભૂજની અતિ તેજસ્વી દીકરીઓ ખુશાલી પૂજારા તેમજ રીયા પૂજારા*

એમ.બી.બી.એસ.થઈ ઉચ્ચ અભ્યાસ હેતુ એડમિશન મેળવી રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતી ભૂજની અતિ તેજસ્વી દીકરીઓ ખુશાલી પૂજારા તેમજ રીયા પૂજારા
મૂળ પેપળુ(ભીલડી) ઉતર ગુજરાતના વતની અને વર્ષોથી ભૂજ ખાતે સ્થાયી થઈ મેડિકલના વ્યવસાય સાથે સંકળાયેલ નરેશકુમાર કાંતિલાલ પૂજારા તેમજ શ્રીમતી માયાબેન નરેશકુમાર પૂજારાની બેઉ દીકરીઓ ખુશાલી પૂજારા તેમજ રીયા પૂજારાએ એમ.બી.બી.એસ.થઈ ઉચ્ચ અભ્યાસ હેતુ એડમિશન મેળવી સમગ્ર રઘુવંશી લોહાણા સમાજના ગૌરવમાં વધારો કરેલ છે.
ખુશાલી પૂજારાએ પેસિફિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ ઉદેપુર ખાતેથી તાજેતરમાં જ એમ.બી.બી.એસ.પૂર્ણ કરી સૂરતની કે.પી.સંઘવી આઇ હોસ્પિટલમાં ઓપ્થલમોલોજીસ્ટ(આંખના નિષ્ણાત ડોક્ટર) બનવા એમ.ડી.માં એડમિશન મેળવેલ છે.
રીયા પૂજારાએ પણ પેસિફિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ ઉદેપુર ખાતેથી એમ.બી.બી.એસ.પૂર્ણ કરી અમદાવાદની ડો.એમ.કે.શાહ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર માં ગાયનેકોલોજીસ્ટ (સ્ત્રી રોગના નિષ્ણાત ડૉક્ટર) બનવા એમ.ડી.માં એડમિશન મેળવેલ છે.
બેઉ દીકરીઓ ખૂબ જ હોનહાર,તેજસ્વી,ઓજસ્વી,કર્મઠ તેમજ ઉત્સાહી છે.એકીસાથે એક જ પરિવારની બે દીકરીઓએ મેડિકલ ક્ષેત્રે જ્વલંત કારકિર્દી પ્રાપ્ત કરેલ છે ત્યારે લોહાણા મહાપરિષદ ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ બંધુ તેમજ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી.ઠકકરે બેઉ દીકરીઓ તેમજ સમગ્ર પરિવારને શુભેચ્છાઓ પાઠવી અત્યંત રાજીપો વ્યક્ત કરી રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારવા બદલ અભિનંદન આપેલ છે.
નરેશકુમાર કાંતિલાલ પૂજારા હોસ્પિટલ ગ્રુપ ઓફ ભૂજ કચ્છના મેનેજિંગ ડિરેક્ટર છે તેમજ તાજેતરમાં ઉતર ગુજરાત દેશી લોહાણા મહાજન ભૂજના ઉપપ્રમુખ તરીકે પણ વરણી પામેલ છે.નરેશકુમાર પૂજારા અનેક રચનાત્મક તેમજ સેવાકીય સત્કાર્યોમાં નિરંતર સહયોગી બનતા હોઈ સમગ્ર કચ્છ તેમજ ઉતર ગુજરાતમાં આગવી નામના તેમજ ચાહના ધરાવે છે.

Related posts

*મોરબી માં શહીદે કરબલા સબીલ કમિટી દ્વારા નિયાઝ શરીફ વિતરણ*

Hello Morbi

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓનાં પ્રમાણપત્રો ડિજિટલ રીતે સાચવશે, ગમે ત્યાંથી નોકરી માટે વેરીફિકેશન કરી શકાશે

Hello Morbi

*મોરબી રોજગાર કચેરીના કોલ સેન્ટરનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ*

Hello Morbi

Leave a Comment