• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા સરપંચ પદનો વિધિવત ચાર્જ સંભાળતા ગોરધનભાઈ ખોખાણી*અહેવાલ નૈમિષ સેજપાલ ટંકારા*

ટંકારા ગ્રામ પંચાયતના સરપંચ નો ચાર્જ સંભાળતા ગોરધનભાઈ ખોખાણી ઉપસરપંચદે મહિલા નિર્મળાબેન ચાવડા ચૂંટાયા છે.

ટંકારા તાલુકામાં 42 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાયેલ કમુરતાં પૂરાં થતાં ચૂંટાયેલ નવી બોડી દ્વારા સત્તાના સુકાન ચાર્જ સંભાળવાનું શરૂ કરાયેલ છે ટંકારા તાલુકામાં અને ગ્રામ પંચાયતો માં સરપંચો આજથી ચાર્જ સંભાળશે

ટંકારા માં સરપંચ પદે ગોરધનભાઈ દેવજીભાઈ ખોખાણીએ પૂર્વ સરપંચ શ્રીમતી નિશાબેન ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી પાસેથી ચાર્જ સંભાળેલ અને ચાર્જની લેતી દેતી કરાઈ હતી.આ પ્રસંગે સર્કલ ઓફિસર કે.ડી. બુસા તથા સભ્ય સચિવ દિવ્યેશભાઈ આર. રાજકોટીયા ઉપસ્થિત રહેલ. ટંકારામાં ઉપ સરપંચ પદે કોણ આવશે તે માટે લોકોમાં ભારે ઉત્તેજના હતી સરપંચની ચૂંટણીમાં બે પેનલ હતી તેમાં ૧૪ સભ્યોમાંથી સરપંચ પેનલમાં છ સભ્યો ચૂંટાયેલ સામે બીજી પેનલમાં સાત સભ્યો ચૂંટાયેલ. પેનલ વગર ચૂંટણી લડી નિર્મળાબેન હેમતભાઈ ચાવડા વિજેતા બનેલ

આજે સવારે ઉપ સરપંચ પદ માટેના બે ફોર્મ ભરાયેલ તેમાં નિર્મળાબેન હેમંતભાઈ ચાવડા ની દરખાસ્ત મુકેશભાઈ માવજીભાઈ દ્વારા કરાયેલ જ્યારે બીજા ઉમેદવાર રશ્મિકાંત ભાઈ લાલજીભાઈ દુબરિયાની દરખાસ્ત સલીમ હુસેન ભાઈ માડકિયા દ્વારા કરાયેલ.

સરપંચની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાયેલ. શ્રીમતી નિર્મળાબેન ચાવડા ને ૮ તથા રશ્મિકાંત દુબરીયા ને ૭ મતો મળેલ. ઉપ સરપંચ પદે નિર્મળાબેન હેમત ભાઈ ચાવડા વિજેતા જાહેર કરાયેલ.

આજે વહેલી સવારથી જ ઉપસરપંચની ચૂંટણી ના પરિણામ જાણવા ટેકેદારો કાર્ય કરો મોટી સંખ્યામાં ઉમટી પડેલ.

Related posts

*મહેશભાઈ રાજ્યગુરૂ ની મહેનત રંગ લાવી, મીડિયા ના માધ્યમ થી અહેવાલ પ્રસિદ્ધ થતા ૨૪ કલાક માં #મોરબી નગરપાલીકા હરકત માં આવી*

Hello Morbi

*HELLO MORBI:ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના નો આજે જન્મદિવસ*

editor

*મોરબી નગરપાલિકા સંચાલિત નદી ઘરમાં અત્યંત જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરતા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા*

Hello Morbi

Leave a Comment