• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા તાલુકા મથકે આવેલ સિવિલ હોસ્પિટલ માં એમ ડી ડોક્ટર ની કાયમી નિમણુક અને ફાયર સ્ટેશન બનાવવા બાબતે સી એમ ને પત્ર લખી રજૂઆત*

પ્રતિ, તા. ૧૭/૦૧/૨૦૨૨.

મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ

ગુજરાત રાજ્ય

નવા સચિવાલય

ગાંધીનગર

 

વિષય – ટંકારા તાલુકા મથકે આવેલ સિવિલ હોસ્પિટલ માં M.D. ડોકટર ની કાયમી નિમણુંક કરવા તેમજ ફાયર સ્ટેશન બનાવા બાબત.

 

મહેરબાન સાહેબ શ્રી.

જય ભારત શાથ ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જાણવાનું કે અમોએ આ અગાઉ પણ જેતે સમય ના મુખ્ય મંત્રી શ્રી ને ટંકારા તાલુકા મથક મુકામે આવેલ સિવિલ હોસ્પિટલ માં કાયમી. M.D.ડોકટર ની નિયુકતી કરવા માંગણી કરેલ હતી.

પરંતુ આજ દિવસ સુધી આ બાબતે કોઈજ પ્રકાર ની કામગીરી કરવામાં આવેલ નથી. જે ખુબજ દુ:ખદ છે. તો અમારી નમ્ર વિનતી સાથે માંગણી છે કે તાત્કાલિક અસર થી M.D. ડોકટર મુકવામાં આવે.

જો આવું કરવામાં નહિ આવે તો અમારે ના છુટકે સ્થાનિક લોકોને સાથે રાખીને જલદ આંદોલનાત્મક કાર્યકમો આપવાની ફરજ પડશે.

આ ઉપરાંત અમારી એક ખુબજ જૂની માગણી છે કે ટંકારા માં ફાયર સ્ટેશન બનાવવા માં આવે ટંકારા વિસ્તાર માં ઘણા બધા કપાસ ના જીનીગ મિલ તેમજ પ્રેસ અને ઓઈલ મિલ આવેલ છે. જેમાં આગ લાગવાના બનાવો વારંવાર બનતા હોય છે. અને ફાયર ફાઈટરો અન્ય સ્થળે થી મંગાવવા પડે છે. અને તે પહોચે ત્યાં સુધી માં આગથી મોટું નુકશાન થઇ જાય છે. તો અમારી વિનતી છે કે ટંકારા માં ફાયર સ્ટેશન ઉભું કરવા યોગ્ય આદેશો કરશો.

ઉપરોક્ત બંને માગણી બાબતે જો જલ્દી યોગ્ય કરવામાં નહિ આવે તો અમારે ના છૂટકે સ્થાનિક લોકો ને સાથે રાખી ને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની અને પ્રદર્શન કરવાની ફરજ પડશે. તો આ બાબતે યોગ્ય કરવા વિનંતી.

આપના સ્નેહાધીન

 

(કાન્તિલાલ ડી. બાવરવા)

જનરલ સેક્રેટરી

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન

નકલ સાદર રવાના :-

(1) પ્રતિ શ્રી સુખરામભાઈ રાઠવા સાહેબ , નેતા શ્રી પ્રતિ પક્ષ ગુજરાત વિધાનસભા નવા સચિવાલય ગાંધી નગર તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી.

(2) પ્રતિ માનનીય શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ ,પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

રાજીવ ગાંધી ભવન , એલિશબ્રીજ અમદાવાદ , તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી સહ.

(3) પ્રતિ કલેક્ટર શ્રી મોરબી જિલ્લા મોરબી તરફ જાણ તેમજ યોગ્ય આદેશ કરવા તેમજ યોગ્ય

ભલામણ સાથે અમારી રજૂઆત ઉપર મોકલી આપવા વિનંતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડીયા:બાલાચડી પ્રાથમિક શાળા ખાતે બાળ મેળાનું સુંદર આયોજન થયુ*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લામાં વરસાદે આંશિક વિરામ લેતા રોડનું સમારકામ શરૂ કરાયું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:હળવદ પોલીસ સ્ટેશનના દેશી દારૂ વેચાણના ગુનામાં સંડોવાયેલ મહિલાને પાસા હેઠળ ડિટેઇન કરતી હળવદ પોલીસ*

editor

Leave a Comment