• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રેવદ ગ્રામ પંચાયતમાં નવનિયુક્ત હોદ્દેદારોને ચાર્જ સોંપાયો.*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

ઉના તાલુકાની રેવદ ગ્રામ પંચાયત ની ચુંટણીમાં સરપંચ પદે ચંડેરા ભીખાભાઈ રામસીભાઈ ચૂંટાઈ આવ્યા હતા.અને વોર્ડના સભ્યો તરીકે રેખાબેન ભીખાભાઈ ચંડેરા,હનિફભાઈ આદમભાઈ કાળવેતરા,હમિરભાઈ સોમાભાઈ મકવાણા,યાકુબભાઈ હારૂનભાઈ ઉન્નડ, મનુભાઈ જેસાભાઈ મોરી,ખતુબેન હુસેનભાઇ જાડેજા,નાનીબેન સાદુળભાઈ વંશ, મંજુબેન બાલુભાઈ વંશ ચુંટાયા હતા.

જેમાં મુસ્લિમ સમાજનાં શ્રીમતી ખતુબેન હુસેનભાઇ જાડેજા ની ઉપસરપંચ તરીકે બિનહરીફ વરણી કરાઈ હતી.

જેમાં તાલુકા પંચાયતના પ્રતિનિધિ તરીકે વિકાસભાઈ મોરી તેમજ તલાટી કમ મંત્રી પ્રકાશભાઈ ચાવડા હાજર રહ્યા હતા.

રેવદ ગ્રામ પંચાયતનાં નવનિયુક્ત સરપંચ તેમજ સભ્યશ્રીઓ એ ગામનનો વિકાસ કરવાનો કોલ આપ્યો હતો તેમજ સૌને સાથે લઈને વિકાસ નાં કાર્યો કરવામાં આવશે તેવી નેમ વ્યક્ત કરી હતી.

આ તકે અબ્દુલભાઈ ઘાંચી, શબ્બીરભાઇ નાયા, કરસનભાઈ ચંડેરા, સહિતનાઓ એ સરપંચ તેમજ નવનિયુક્ત સમગ્ર પેનલને શુભેચ્છાઓ પાઠવી હતી.

Related posts

વાંકાનેર : વાંકાનેરનાં પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી દ્વારા લોહાણા વાડી ખાતે રસીકરણનું આયોજન કરાતા, લોહાણા સમાજનાં 50 લોકોએ કોરોના રસી મુકાવી હતી

Hello Morbi

*HELLO MORBI: રેવન્યુ રેકર્ડ સમયમર્યાદામાં તાલુકા મામલતદારમથકે સોંપવા ડીડીઓશ્રીની સુચના*

editor

*HELLO MORBI NEWS:કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીની સૂચનાથી મોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં કર્મચારીઓની સમયસર હાજરી બાબતે આકસ્મિક મુલાકાત લેતાં અધિકારીઓ*

editor

Leave a Comment