• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ધ્રોલ એસ ટી ડેપો ના કર્મચારી ની પ્રમાણિકતા સામે આવી*

શરદ એમ.રાવલ.. હડિયાણા….આજ રોજ ધ્રોલ એસ.ટી.ડેપો માંથી બપોર ના 2વાગ્યા ના સમયે ધ્રોલ થી જામનગર જતી બસમાં મુસાફરી કરતા મુસાફરે ફ્લા ગામે ઉતરી ગયા હતા. અને તેઓની પાસે એક બેગ હતી. તે બેગ બસ માં ભૂલી ગયા હતા. અને ત્યારબાદ મુસાફરે ધ્રોલ એસ.ટી.ડેપોમાં ફોન કરી ને બસ ની માહિતી મેળવવા માં આવી હતી. ત્યારે ધ્રોલ એસ.ટી.ડેપો ખાતે ટી.સી. ની ફરજ બજાવતા કર્મચારીએ વિગતવાર માહિતી મુસાફર ને આપી હતી. કે હાલમાં આ બસ જામનગરએસ.ટી.ડેપોમાં હશે. તમે ત્યાં જતા રહો.મુસાફર બસની પાછળ જામનગર જતા રહ્યા હતા. અને જામનગર માં બસ સાવ ખાલી થઈ ગઈ ત્યારબાદ બસ ના કન્ડક્ટર મકબુલ એમ.સંઘાર દ્વારા બસ માં જોયું તો એક બેગ પડી હતી. તો ડ્રાઇવર ડી.એલ.બાબરીયા અને કન્ડક્ટર બને એ બેગમાં સુ છે. તેની જાણકારી મેળવી ને તરતજ જામનગર એસ.ટી.ડેપોમાં ટ્રાફિક અધિકારીઅશોકસિંહ નો સંપર્ક કરી ને તેમને આખી હકીકત જણાવી ને કહ્યું કે આ બેગ કોઇ મુસાફર ભૂલી ગયું છે. હજુ વાત ચિત ચાલુ હતી ત્યાજ જે મુસાફર નું હતું તે લોકો ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા. અને તે બેગમાં સુ હતું.તેની અશોકસિંહ દ્વારા પૂછપરછ કરી હતી. તો મુસાફર દ્વારા જણાવ્યું હતુ કે. તેમાં સોના ના બે લાખ રૂપિયા ના દાગીના છે. જે હકીકતમાં સાચું હતું. એટલે અશોકસિંહ અને ડ્રાઇવર..કન્ડક્ટર ની હાજરીમાં મૂળ માલિક ને પરત બેગ આપવામાં આવી હતી. ત્યારે એસ.ટી.ના આવા કર્મચારીઓ ની પ્રામાણિકતા નું ઉમદા ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું હતું.. મુસાફર દ્વારા બને નો ખૂબ ખૂબ આભાર માન્યો હતો…

Related posts

*HELLO MORBI:રોકડા રૂ ૬૬,૫૦૦/-ના મુદ્દામાલ સાથે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ટંકારા પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ( જોડિયા) ની ‌વાડી માં વિરાજતા શ્રી જડેશ્વર મહાદેવ જી ની સ્થાપના નું ૧૩૩ વર્ષ નિમિત્તે સમાજ દ્વારા વિશેષ આયોજન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: નીરણ સુકા ઘાસની આડમાં દારૂના જથ્થાની હેરાફેરી કરતી છકડો રીક્ષા સાથે એક ઇસમને પકડી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ*

editor

Leave a Comment