• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રેવદ ગામે ચેકડેમ કમ કોઝવેનુ કામ કરવા માટે ની વહિવટી કામગીરી હાથ ધરાઈ.*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

રેવદ ગામે રૂપેણ નદી પર ગામની સામે કાંઠે ની સીમમાં જવા માટે નાં રસ્તા ઉપર ચેકડેમ કમ કોઝવેનુ કામ કરવા માટે ની વહિવટી કામગીરી હાથ ધરાઈ.ઉના તાલુકાના દરિયાઈ પટ્ટી વિસ્તારના રેવદ ગામે રૂપેણ નદી પસાર થતા રસ્તા ઉપર આવેલા કોતર નીચાણવાળા હોવાથી ચોમાસામાં પાણીમાં ગરકાવ થઈ જતો હતો. જેના કારણે ગામ થી સામે કાંઠે ની સીમમાં જતા લોકોને સહન કરવાનો વારો આવી રહ્યો છે.ગામના સરપંચ નવનિયુક્ત સરપંચ સદસ્યો અને સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરાતા તેમને ઉચ્ચ લેવલે રજૂઆત કરી હતી. મનરેગા યોજના અને સિંચાઈ વિભાગ દ્વારા સ્થળ ની મુલાકાત લંઇને ચેકડેમ કમ કોઝવેનુ કામ કરવા માટે માપ સાઇઝ લંઇને આગળ વહિવટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તકે તાલુકા પંચાયતના પ્રમુખ પાંચીબેન ચારણીયા, સામતભાઈ ચારણીયા, રાઠોડભાઈ, નવનિયુક્ત સરપંચ ભીખાભાઈ ચંડેરા સહિતનાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

*જોડીયા પી એસ આઇ એમ આર વાળા સાહેબ દ્વારા રુદ્રા ભિષેક કરાયો*

Hello Morbi

*ઈન્ડીયન મેડીકલ એસોશિયેશન-મોરબી બ્રાંચ દ્વારા ડોક્ટરસ ડે ની અનોખી રીતે ઉજવણી કરી * 

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોટા દહીસરા ગામે બનેલ હત્યાના પ્રયાસમા ફરાર થઈ ગયેલ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી માળીયા મીયાણા પોલીસ*

editor

Leave a Comment