• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઈન્ડીયન મેડીકલ એસોશિયેશન-મોરબી બ્રાંચ દ્વારા ડોક્ટરસ ડે ની અનોખી રીતે ઉજવણી કરી * 

*સ્પર્શ સ્કીન & કોસ્મેટીક ક્લીનીકના જાણીતા ડર્મેટોલોજીસ્ટ ડો. જયેશ સનારીયા દ્વારા “સફળ અને સારી રીતે ક્લિનિક કઈ રીતે ચલાવવું?” વિષય પર ડોક્ટરસ ડે ના દિવસે માર્ગદર્શન આપવા મા આવ્યુ*

 

હરહંમેશ નવતર અભિગમો માટે સમગ્ર ગુજરાત મા ખ્યાતનામ મોરબી આઈ.એમ.એ. બ્રાંચ દ્વારા શહેર ના આઈ.એમ.એ. હોલ ખાતે સમગ્ર મોરબી ની હોસ્પીટલ ના ડોક્ટરો માટે ટ્રેનિંગ સેમિનાર નુ આયોજન કરવા મા આવ્યુ હતુ. આ સેમિનાર મા  મોરબી ની ખ્યાતનામ  સ્પર્શ સ્કીન & કોસ્મેટીક ક્લીનીક વાળા ડો. જયેશ ભાઈ સનારીયા દ્વારા  માર્ગદર્શન આપવા મા આવ્યુ હતુ. જે અંતર્ગત દર્દીઓ સાથે કઈ રીતે વર્તન કરવુ, તેને કઈ રીતે મહતમ સુવિધાઓ પુરી પાડી સારવાર કરવી , દર્દીના સગાઓ સાથે કઈ રીતે વ્યવહાર કરવો, તે ઉપરાંત દર્દી ની સારવાર દરમિયાન કઈ બાબતો ની કાળજી રાખવી, સારવાર પૂર્ણ થયા બાદ દર્દીઓ નો સમયાંતરે સંપર્ક કરી તેને આરોગ્ય વિષયક માર્ગદર્શન પુરુ પાડવુ, સ્ટાફ દ્વારા કાર્યસંતોષ કઈ રીતે વધારવો, માનવ શક્તિ આયોજન તથા સંચાલન,સ્ટાફને તાલીમ કઈ રીતે આપવી?, બઢતી, પગાર વૃધ્ધિ વગેરે કાર્યલક્ષી બાબતો પર સરળ શૈલી મા માર્ગદર્શન આપવા મા આવ્યુ હતુ.

જેમા મોરબી ની વિવિધ હોસ્પીટલ માંથી બહોળી સંખ્યામાં અલગ -અલગ બ્રાન્ચ ના નિષ્ણાંત તબિબો ઉપસ્થિત રહ્યા હતા.

આ સેમિનાર ને સફળ બનાવવા મોરબી આઈ.એમ.એ. બ્રાંચ ના પ્રમુખ ડો. વિજય ગઢીયા તથા સેક્રેટરી ડો. દીપક અઘારાએ જહેમત ઉઠાવી હતી.અને કોરોના રેમેડીઝ પ્રાઇવેટ લિમિટેડ ફાર્મા કંપની ના એરિયા સેલ્સ મેનેજર અમિતભાઇ મહેતા નૉ સહયોગથી સેમિનાર સફળ રહ્યો હતો.

Related posts

*HELLO MORBI: મોરબીમાં સ્કૂલે ગયેલો મુકેશ ઉ. વ,૧૩ સગીર લાપતા, અપહરણની આશંકા સાથે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આવતી કાલે મેગા ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પઆ પુષ્ય નક્ષત્ર નિમિતે એટલે કે તારીખ𝟐𝟒/𝟎𝟒/𝟐𝟎𝟐𝟔 ને શુક્રવારે ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પ*

editor

*HELLO MORBI NEWS:મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યેનેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

Leave a Comment