• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા જલારામ મંદિરનો રંગેચંગે ઉજવાયો 22 મો પાટોત્સવ*

બનાસકાંઠા જિલ્લાના હૃદયસમા ડીસા નગરના પ્રવેશદ્રારે જ આવેલ જલારામ મંદિરનો 22 મો પાટોત્સવ યજ્ઞવિધિના માધ્યમથી ખૂબ જ આનંદ,ઉત્સાહ, થનગનાટથી રંગેચંગે ઉજવાયો હતો.આર.ડી.ઠકકર, જ્યોતિબેન, દિનેશભાઈ ચોક્સી,પિન્કીબેન, કલ્પેશભાઈ ઠકકર, પૂજાબેન, પ્રકાશભાઈ ઠકકર, અરૂણાબેન એમ ચાર પૂન્યશાળી,ભાગ્યશાળી,નસીબદાર દંપતીઓએ યજ્ઞવિધિમાં સંપૂર્ણ સમય માટે જોડાઈ વિશેષ લાભ લીધો હતો.મંદિરના બેઉ પૂજારીજી તેમજ સમર્પિત કાર્યકર્તા શારદાબેન આચાર્યના માર્ગદર્શનથી આયોજિત યજ્ઞમાં અનેક જલારામ ભકતોએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આહૂતિ આપી હતી.

આ દિવ્ય અવસરે જલારામ ભકતો સર્વ જયંતિભાઈ ઓઢાવાળા,ભગવાનભાઈ બંધુ,આનંદભાઈ પી.ઠક્કર, જસુભાઈ સાંખલા,ચંદુભાઈ ગોકલાણી,નાથાલાલ ખત્રી,મહેશભાઈ ઉદેચા,જયેશભાઈ દેસાઈ,ધર્મેશભાઈ બી.ઠકકર, દામુભાઈ ચોક્સી,સુરેશભાઈ દામજીભાઈ ઠકકર, કેશવલાલ ચાવડા,દીલીપભાઈ બારોટ,કિરણભાઈ માળી,કાંતિભાઈ માળી,ભૂરાભાઈ સહિત સૌએ ખાસ હાજરી આપી યજ્ઞવિધિનો અમૂલ્ય લાભ લીધો હતો.

અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓથી ધમધમતું ડીસાનું જલારામ મંદિર દર્શનીય ઉપરાંત અનેક સંસ્થાઓને પ્રેરણા પૂરી પાડતું અદકેરૂ ગૌરવશાળી સેવાધામ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત બાલાચડી ગોમતી બીચ ખાતે સાફ-સફાઈ હાથ ધરાઈ*

editor

*મોરબી શાખા ભારત વિકાસ પરિષદ દ્વારા નાની વાવડી ખાતે વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI NEWS:જિલ્લાકક્ષા યંગ ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન કાર્યક્રમ અન્વયે ભાઈઓ અને બહેનો માટે કસોટી યોજાશે*

editor

Leave a Comment