• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ મંદિર ડીસા ખાતે ડો.યશ ઠક્કરનું કરવામાં આવ્યું સન્માન*

જલારામ મંદિર ડીસા ખાતે ડો.યશ ઠક્કરનું કરવામાં આવ્યું સન્માન
લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કર તેમજ બીનાબેન એ ઠક્કરના લાડકવાયા સુપુત્ર ચિરંજીવી યશ ઠક્કરે તાજેતરમાં જ રાજકોટ ખાતેથી બી.એચ.એમ.એસ.પૂર્ણ કરી ડોક્ટરની પદવી હાંસલ કરેલ છે.
ડો.યશ ઠક્કરે તેમના માતાપિતા તેમજ સગાંસંબંધીઓ સાથે જલારામ મંદિર ડીસા ખાતે પધારી પૂજ્ય જલારામ બાપાનાં દર્શન કરી આશીર્વાદ લીધા હતા.આ શુભ અવસરે જલારામ સેવકો સર્વ કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ, બળદેવભાઇ રાયકા, દીલીપભાઇ રતાણી, મહેશભાઈ મનવર સહિત સૌએ શાબ્દિક શુભેચ્છાઓ પાઠવી તેમનું ફૂલછડી તેમજ સાલથી સન્માન કરી આશીર્વાદ આપ્યા હતા.ડો.યશ ઠક્કરે ખૂબ જ સુંદર પ્રતિભાવ આપી ભવિષ્યમાં વિશેષ સમાજસેવાની ખાત્રી આપી હતી.આ પ્રેરણાદાયી અવસરે મહેન્દ્રભાઈ આર.ઠકકર, પ્રવિણભાઇ એન.ઠકકર, ગણપતભાઈ અખાણી,કિસન કારિયા, રમણીકભાઈ મજેઠીયા, ઇશ્ર્વરભાઇ રાવળ સહિત ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આનંદભાઈ ઠક્કર તેમજ બીનાબેન ઠક્કરે પણ તેમના સુપુત્રનું સન્માન કરી બિરદાવવા અને પ્રોત્સાહન આપવા બદલ જલારામ મંદિર ડીસાના સૌ સૈવકો પ્રત્યે ઋણ સ્વીકારની લાગણી વ્યક્ત કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.

Related posts

*ટંકારા તાલુકા ભાજપ કારોબારી ભાજપ જિલ્લા સુપ્રીમો દુર્લભજી ભાઈ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી:વાવડી રોડ પર ના ગાયત્રીનગર માં જુગાર રમતા પાંચ મહિલા સહિત છ ને ઝડપી પાડતી મોરબી સિટી એ ડિવિજન પોલીસ ની ટીમ*

editor

*સદ્ગુરુદેવ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ હરીચરણદાસજી મહારાજ ની પુષ્પાંજલિ નિમિતે મોરબી મા સુંદરકાંડ ના પાઠ યોજાશે*

Hello Morbi

Leave a Comment