• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકાના પીઠડ ગામે પીઠડ તાલુકા શાળા ના તમામ 261 વિદ્યાર્થીઓને મુંબઇ નાદાતા *પીઠડીયા પરિવાર દ્વારા* *સ્વેટર_અને_સ્કૂલ_શૂઝ નું વિતરણ કરવામાં આવ્યું હતું*

શરદ એમ.રાવલ.. હડિયાણા.

સરકારી પ્રાથમિક શાળાઓમાં ઘણા વિદ્યાર્થીઓ પાસે પગ માં પહેરવા માટે ચપ્પલ પણ નથી હોતા. આવા સમયે મુંબઈ ના પીઠડીયા પરિવાર તરફથી પીઠડ તાલુકા શાળાના તમામ વિદ્યાર્થીઓને બુટ તેમજ અત્યારે શિયાળાની ઋતુ મુજબ સ્વેટર તેમજ સાથે મોજા અને ચોકલેટ તેમજ બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળા તેમજ દાતાઓને મદદરૂપ થવા તેમજ ઉત્સાહ વધારવા પીઠડ ગામના મહિલા સરપંચ અનસોયાબેન મનસુખભાઇ હોથી, તાલુકા પંચાયત સદસ્ય દામજીભાઈ ચનીયારા તેમજ પંચાયત સભ્યો અને ગામ ના આગેવાનો ટગુભા જાડેજા, દિલુભા જાડેજા, દિલીપભાઈ જોશી, ધીરુભાઈ જાદવ પણ ઉપસ્થિત રહ્યા. જે માટે તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું.

 

સમગ્ર કાર્યક્રમ નું સંચાલન રાજેશભાઇ ચભાડીયાએ કરેલ તેમજ કાર્યક્રમને સફળ બનાવવામાં કોમલબેન વાદીએ મહેનત કરી હતી. આચાર્ય જીનેશભાઈ વખારીયા એ દાતા શ્રી પીઠડીયા પરિવારનો આભાર વ્યક્ત કરી શિલ્ડ આપી તેમજ સાલ ઓઢાડીને તેઓનું સન્માન કર્યું હતું. તેમજ પીઠડીયા પરિવાર દ્વારા પણ શાળાના આચાર્ય અને ઉપરોક્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું…..

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ટંકારાના કલ્યાણપર ખાતે આઈ.સી.ડી.એસ. ઘટક દ્વારા ‘નારી સંમેલન’ યોજાયો*

editor

*HELLO MORBI:ઘાંટવડ ગામની સામાન્ય પરીવારની દીકરી અફસાના બેન સેલોત એ B.Com.78.50% સાથે કૉલેજ માં ફર્સ્ટ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ઘરેથી નીકળી ગયેલ મહિલા નું તેમના પરિવાર સાથે મિલન કરાવતી મોરબી અભિયમ ટીમ*

editor

Leave a Comment