• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*બી.આર.સી. ભવન જોડિયા ખાતે તાલુકા કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધા યોજાઈ*

શરદ એમ.રાવલ.હડિયાણા.

જોડિયા તાલુકાની પ્રાથમિક તથા માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક શાળાઓના ધો. 6, 7, 8, 9 અને 11 ના વિદ્યાર્થીઓની પુસ્તક વાચક સ્પર્ધા બી.આર.સી. કો. ઓર્ડીનેટર આશિષકુમાર રામાનુજ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ. શાળા અને ક્લસ્ટર કક્ષાએ પ્રથમ નંબર મેળવી પસંદ થયેલા બાળકો પોતે વાંચેલા પુસ્તકની સમીક્ષા કરવા ઉપસ્થિત રહ્યા હતા.

વાંચન એ ભાષા અને લેખન કૌશલ્યને સક્ષમ બનાવવા તરફનું એક પગલું છે. તે શબ્દભંડોળ, સર્જનાત્મકતા, વિવેચનાત્મક વિચારસરણી, કલ્પના અને અભિવ્યક્તિ માં વધારો કરે છે. વાંચનથી રસરૂચી જાગૃત કરવા તેમજ જીવનમાં સારા પુસ્તકોના અભ્યાસ દ્વારા ઉત્તમ કેળવણી દ્વારા સારા ગુણોનું સિંચન થાય તેવા ઉમદા હેતુથી વિદ્યાર્થીઓએ પોતે વાંચેલા પુસ્તકની સચોટ સમીક્ષા રજૂ કરી હતી. જેમાં ધો. 6 માં શ્રી હડિયાણા તા. શાળાના ભુરીયા મેહુલ, ધો. 7 માં શ્રી જસાપર પ્રા. શાળાની પનારા જિપ્સા, ધો. 8 માં શ્રી જસાપર પ્રા. શાળાની વાઘાણી રિધ્ધિ અને ધો. 9 માં શ્રી યુ.પી.વી. કન્યા વિદ્યલયની માતંગ હેમાંગી પ્રથમ નંબર મેળવી જીલ્લા કક્ષાએ જવા પસંદ થતા ઉપસ્થિત શિક્ષકો, નિર્ણાયક શ્રીઓ અને બી.આર.સી. કો.ઓ. આશિષકુમાર રામાનુજ દ્વારા શુભેચ્છાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું….

 

Related posts

*HELLO MORBI:મોરબી ભાજપ શાસિત નગરપાલિકા માં થયેલ ભ્રષ્ટાચાર ની તપાસ કરી પગલાં લેવા કોંગ્રેસ પક્ષની માંગણી*

editor

*HELLO MORBI:વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨* *ફોટો કેપ્શન* *ઉમેદવાર પંકજ રાણસરીયાએ કર્યુ મતદાન* 

Hello Morbi

*HELLO MORBI:મોરબીના નાનીવાવડી ગામે જીદિલા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે*

editor

Leave a Comment