• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શિક્ષણની સાથે સાથે રમત ગમત નો આનંદ પ્રાપ્ત કરતા નીરૂબેન પટેલ નગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ*

આજ રોજ માળીયા (મી.) તાલુકાની શ્રી નિરુબેન પટેલ નગર પ્રાથમિક શાળા માં એક દિવસીય રમતોત્સવ ની ઉજવણી કરવામાં આવી. બાળકોમાં અભ્યાસ ની સાથે સાથે શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય અને વિદ્યાર્થીઓ માં ખેલદિલી ની ભાવના વિકસે તે હેતુથી શાળા માં રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું . આ રમતોત્સવ નું આયોજન શાળા ના આચાર્ય શ્રી સંગીતાબેન અને શાળાના મદદનીશ શિક્ષક ભાવનાબેન ,કોમલબેન , વિરલભાઈ અને દુષ્યંત ભાઈ દ્વારા સાથે મળીને કરવામાં આવ્યું હતું.જેમાં અલગ અલગ ધોરણ ના બાળકો માટે વિવિધ રમતો જેવી કે કોથળા દોડ , ત્રિપગી દોડ , લીંબુ ચમચી , વન મિનિટ ગેમ , લોટ ફૂંકણી , દોરડા કુદ, દોડ , ઉચી કુદ,ફુગ્ગા ફોડ ,ચાંદલા ચોડ વગેરે રમતો નું આયોજન કરવામાં આવ્યું .દરેક રમત માં બાળકો ઉત્સાહભેર ભાગ લે તે માટે દરેક રમતો માં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય નંબર આપીને વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા .

Related posts

*HELLO MORBI:સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવારના નવનિયુક્ત હોદેદારોનું પરશુરામ ધામ ખાતે સન્માન કરાયું*

editor

*હડિયાણા સેવા સહકારી ના પ્રમુખ મગનભાઈ કાનાણી એ મતદાન કર્યું*

Hello Morbi

* *મોરબી પંચાસર રોડ પર બિલ્ડીંગમાં પાણી છાંટતી વેળાએ પાંચમા માળેથી પટકાયેલ શ્રમિકનું મોત*

Hello Morbi

Leave a Comment