• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માળીયા ની સુલતાનપુર શાળા વેસ્ટ માંથી બેસ્ટ પ્રોજેક્ટ નું આયોજન*

માળીયા મિંયાણા તાલુકાની શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં બાળકો એ સાથે મળીને સુંદર પ્રોજેક્ટ કાર્ય અંતર્ગત એક સ્પર્ધા માં ભાગ લીધો હતો. આ સ્પર્ધા અનોખી સ્પર્ધા હતી. આ સ્પર્ધા એટલે west માંથી best વસ્તુ બનાવવી ટૂંકમાં જે વસ્તુ નકામી હોય છે તેને આપણે અમુક સમયે ફેંકી દઈએ છીએ તો બાળકો એ તેમના સામાજિક વિજ્ઞાન ના શિક્ષક ના માર્ગદર્શન થી આવી વસ્તુ નો સુંદર રીતે ઉપયોગ કરી ને નકામી વસ્તુ માંથી સુંદર બીજી વસ્તુઓ બનાવી હતી.

બાળકોને આ પ્રોજેક્ટ ઘરે એટલે કે રજા ના દિવસમાં આપવામાં આવ્યો હતો. અને સોમવાર ની શાળા સમયે બાળકોએ બનાવેલ અલગ અલગ વસ્તુઓ શાળા માં બધા સમક્ષ એટલે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સમક્ષ રજુ થઇ હતી બાળકોને ઘણી મહેનત કરી ને અલગ અલગ વસ્તુઓ બનાવી હતી અને તેમને બનાવેલી વસ્તુઓ બાળકો એ જાતે જ રજૂ કરી હતી

 

આ પ્રોજેક્ટ નો મુખ્ય હેતુ એ હતો કે બાળકોમાં સર્જનાત્મક શક્તિ નો વિકાસ થાય અને આવી નકામી વસ્તુ ને કઈક નવું સ્વરૂપ મળે અને ફરી થી તેનો ઉપયોગ થાય

બાળકો એ આ પ્રોજેક્ટ એટલે કે સ્પર્ધામાં ભાગ લઈ ને ઘણી મહેનત સાથે અલગ અલગ વસ્તુઓ બનાવી હતી. જેવી કે છોકરીઓ એ નકામી વસ્તુઓ માંથી અલગ અલગ પ્રકાર ના ઝુમ્મર અને તોરણ બનાવ્યા હતા

કેટલીક છોકરીઓ દીવાલ પર લગાવી શકાય એવી વસ્તુ બનાવી હતી અને છોકરા ઓએ પૂઠાં માંથી સુંદર આકારના ઘર.માટીના વાસણ અને બીજી અલગ અલગ ઘણી વસ્તુઓ બનાવી હતી. આ બધી બનાવેલી વસ્તુઓ ને શાળા સમક્ષ મૂકવામાં આવી હતી અને અન્ય બાળકો જોઈ શકે એ માટે રજૂ પણ કરવામાં આવી હતી આમ આ પ્રોજેક્ટ એટલે કે સ્પર્ધા સફળ રહી હતી

Related posts

*ડીસા ખાતે છાસવાલા બ્રાન્ચનું દબદબાભેર કરવામાં આવેલ ઉદ્ઘાટન* 

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રીજલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા 𝟒𝟎𝟗 મા ગુરૂવારે ભજનમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ*

editor

*HELLO MORBI NEWS:ટંકારા: યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારી હોસ્પિટલ ખાતે બ્લડડોનેટ કેમ્પનું આયોજન*

editor

Leave a Comment