• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગાંધીધામના વઢિયારી કવિ ડો.કિશોર ઠકકરના પ્રથમ ગઝલસંગ્રહ”જીવી ગયો છું” ની ડીસા ખાતે થઈ અર્પણવિધિ*

મૂળ લોલાડા (વઢિયાર) ના વતની અને છેલ્લા પંદર વર્ષથી ગાંધીધામ ખાતે રહેતા કવિ જીવ એવા ડો.કિશોરભાઈ ઠકકર ઉર્ફે કિસન વઢિયારીના પ્રથમ ગઝલ

સંગ્રહ “જીવી ગયો છું” નું વિમોચન તાજેતરમાં જ ગાંધીધામ ખાતે થયું હતું.આ પુસ્તક અન્ય વિસ્તારના શબ્દપ્રેમીઓ,સાહિત્યકારો,લેખકો,ગઝલકારો સુધી પહોંચે તેવા શુભ આશયથી આ પુસ્તકની અર્પણવિધિ તાજેતરમાં ડીસા ખાતે પણ કરાઈ હતી અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠા જિલ્લાના સંરક્ષક કનુભાઈ આચાર્ય તેમજ અધ્યક્ષ ભગવાનભાઈ બંધુને આ પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતુ .

આ અવસરે જલારામ સત્સંગ મંડળ તેમજ શુભેચ્છક ગ્રુપ સાથે સંકળાયેલ સક્રિય અગ્રણીઓ સર્વ આનંદભાઈ પી.ઠકકર, આર.ડી.ઠકકર, મહેશભાઈ ઉદેચા,તારાચંદભાઈ ડી.મજેઠીયા,સુરેશભાઈ એન.ઠકકર (વકીલ),શશીકાંતભાઈ ડી.ઠકકર, કમલેશભાઈ રાચ્છ,સુરેશભાઈ ટી.અખાણી સહિત વિવિધ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પુસ્તક ભેટ મોકલવા બદલ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ના અધ્યક્ષ ભગવાનભાઈ બંધુએ કવિ ડો.કિશોરભાઈ ઠકકર તેમજ જાણીતા પત્રકાર આનંદભાઈ પી.ઠક્કરનો આભાર માની ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

*રાજકોટ ચાલતી ભાગવત સપ્તાહ માં મોરબીના હતભાગીઓને શ્રદ્ધાંજલિ પાઠવતા નરેન્દ્ર બાપુ*

Hello Morbi

*મોરબીમાં મીની લોકડાઉન : પાંચમી મે સુધી ચા-પાનના લારી ગલ્લા બંધ આવશ્યક ચીજવસ્તુ સિવાય તમામ ધંધા બંધ*

Hello Morbi

*આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની ઉજવણી સરદાર લેવા પાટીદાર સમાજ ટંકારા દેવકુવર સંકુલ માં પધારેલ સૌ કોઈનો અભિનંદન સહ આભાર વ્યક્ત કરાયો*

Hello Morbi

Leave a Comment