• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારામાં લેઉવા પાટીદાર સમાજ દ્વારા કોવિડ આઈસોલેશન સેન્ટર 50 બેડ ની સુવિધા સાથે શરૂ*

ટંકારા : ટંકારા તાલુકામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે સરકારી તંત્રના ભરોસે રહેવાને બદલે કોરોનાના દર્દીઓને સઘન સારવાર આપવા માટે વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓ અને સેવાભાવી લોકો આગળ આવ્યા છે જેમાં હાલ ટંકારા સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા કોવિડના દર્દીઓને સઘન સારવાર આપવા માટે કોવિડ આઈસોલેશન સેન્ટર શરૂ કરવાની પહેલ કરવામાં આવી છે. આ કોવિડ આઈસોલેશન સેન્ટરમાં 50 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.

 

ટંકારાના સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા દેવકુંવર શૈક્ષણિક સંકુલ, રાજકોટ-મોરબી હાઇવે, ખોડિયાર આશ્રમની બાજુમાં, ટંકારા ખાતે આજથી કોવિડ કેર આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ કોવિડ કેર આઈસોલેશન સેન્ટરમાં 50 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ઓમ શક્તિ એન્જીનીયરીગ એનડ કોર્પોરેશન ગ્રુપ કલ્પેશભાઈ ઝાલા, નરેન્દ્ર હરિભા ગઢવી, વિજય રાણાભાઈ ગઢવી તેમજ કાંતિલાલ અમૃતિયા, શીવુભા ગઢવી અને તેમની ટીમ સહિતન લોકોના નિસ્વાર્થ સેવા અને સહકારથી આ કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જરૂરી આરોગ્ય ટીમ દ્વારા કોવિડના દર્દીઓની સારવાર કરવામાં આવશે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: વાંકાનેર:રાજકોટ જિલ્લામાં વેદાંત કાનાબાર સીએ ની એક્ઝામમાં ત્રીજાનંબરે પાસ*

editor

*મોરબી : ઉમા ટાઉનશિપમાં કષ્ટભંજન હનુમાનજીનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે*

Hello Morbi

*મોરબી જિલ્લામાંથી વિવિધ કલમો હેઠળ 15 વાહનચાલકો દંડાયા*

Hello Morbi

Leave a Comment