• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગીરગઢડાના સીમાસી ગામે અગાઉ ફરીયાદ થયેલ તેનુ મનદુઃખ રાખી લોખંડના પાઇપ, લાકડાના ધોકા વડે મારમાર્યો*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

ગીર ગઢડા ના સીમાસી માં આજકાલ આવારા તત્વો નો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે આમ આદમી ને જીવવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે સિમાસિ માં રહેતા હીરા ના ઉદ્યોગ સાથે સંકળાયેલા ત્રણ કારખાને દારો ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને સામ સામે મારામારીના બનાવમાં ૧૫ શખ્સો સામે પોલીસ ફરીયાદ નોધાય.

ઊનાના સીમાસી ગામે રહેતા સુલ્તાન યુસુફ સમા, ઇરફાન ઉર્ફે ચાકુ ઇસુબ સમા, અકરમ અલી દલ, હિરોજ જીણા દલ, સદામ હુશેન દલ, સલીમ જુસબ જુણેજા, સલીમ મુરાદ દલ, અનીશ રહીમ જુણેજા, આરીફ રહીમ જુણેજા, રૂસ્તમ રહીમ જુણેજા, સુલ્તાન આમન દલ સહીતના તમામ શખ્સોએ એક મંડળ રચી રહીમભાઇ વલીભાઈ વાકોટ ઉર્ફે (રહીમ બીડી) અગાઉ ત્રણ વર્ષ પહેલા કુંટુબી સામે ફરીયાદ થયેલ હોય તેનું મનદુઃખ રાખી સુલ્તાન એ તુ મારા સામુ ડોળા શું કામ કાઢે છે તે કહી રહીમભાઇ નો કાઠલો પકડી લીધેલ અને માર મારવામાં આવેલ ત્યારે અન્ય શખ્સો નું ટોળું આવી લાકડી વડે શરીરે આડેધર ઢોરમાર મારતા તેમના ભાઇ અબાસભાઇ તેમજ સબીરભાઇ વચ્ચે પડી છોડાવવા જતાં તેમને પણ લાકડાના ધોકા વડે મારમારી ત્રણેય યુવાનો ઇજા થતાં લોહીલોહાણ હાલતમાં ઇમજન્સી ૧૦૮માં ઉના સરકારી હોસ્પીટલમાં પ્રાથમિક સારવાર કર્યા બાદ જુનાગઢ ખાતે રીફર કરવામાં આવેલ છે. આ બાબતે રહીમભાઇ વલી ભાઈ વાકોટ ઉર્ફે (રહીમ બીડી) ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાવેલ છે..

તેમજ સામે પક્ષના- સીમાસી ગામે રહેતા રહીમ ઉર્ફે બીડી વલી વાકોટ, અબ્બાસ વલી વાકોટ, નજીર આદમ વાકોટ તેમજ હુશેન દાઉદ વાકોટના સગાઓએ અકરમ અલી દલ સામે અગાઉ ફરીયાદ કરેલ હોય તેનુ મનદુઃખ ચાલતુ હોય જેના કારણે આ શખ્સોએ ઝાપટ મારી દીધેલ અને લોખંડના પાઇપ વડે પગ, હાથમાં ઘા મારેલ અને સોડા બાટલીના છુટા ઘા કરતા 4 વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો થયો હતો જેમાં ઇજા ગ્રસ્ત રહીમ ભાઈ વલી ભાઇ વાકોટ ઉર્ફે (રહીમ બીડી) તથા અબાશ ભાઈ વલીભાઇ વાકોટ તથા શબ્બીરભાઈ વાકોટ (સબ્બો) તથા મમદ ભાઈ હુસેન ભાઈ ચોરવાડા ઉર્ફે (મમદ દેલવાડી) ને ઉના ખાનગી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયેલ ત્યાંથી વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરેલ છે. આમ અગાઉ થયેલ ફરીયાદનું મનદુખ રાખી 4 લોકો ને માર મારી ગંભીર ઇજા કરતા.આ બાબતે રહીમ ભાઈ વલી ભાઈ વકોટે ગીરગઢડા પોલીસ ફરીયાદ નોધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

Related posts

*મોરબીમાં સાથનિક પોલીસ ને ઊંઘતી રાખીસ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો 622 પેટી દારૂ ઝડપી પાડ્યો*

Hello Morbi

કલોલમાં વિનાશક બ્લાસ્ટથી બે મકાન ધરાશાયી, ONGC પાઈપલાઈનમાં ધડાકાની આશંકા

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારાના લજાઇ ગામ પાછળ જીઆઇડીસીમાં આરોપીના કબ્જા ભોગવટાવાળા* *ગોડાઉનની ઓરડીમાં ચાલતા જુગારના અખાડાપર ક્રાઈમ બ્રાંચના દરોડા*

editor

Leave a Comment