• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં સાથનિક પોલીસ ને ઊંઘતી રાખીસ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો 622 પેટી દારૂ ઝડપી પાડ્યો*

રાજપર રોડ ઉપર કારખાનમાંથી 42 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

કારખાનામાં દારૂ ભરીને ટ્રક આવવાનો હોવાની બાતમીના આધારે સ્ટેટ વિઝીલન્સની ટીમ ત્રાટકી, એક ગિરફ્તાર, કારખાના માલિક સહિત બે શખ્સોએ દારૂ મંગાવ્યો હોવાનું ખુલ્યું

 

મોરબી : મોરબીના રાજપર રોડ ઉપર આવેલ કારખાનામાં દારૂ ભરીને ટ્રક આવવાનો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ વિઝીલન્સની ટીમ ત્રાટકી હતી અને સ્ટેટ વિઝીલન્સની ટીમે રાજપર રોડના કારખાનમાંથી 622 પેટી દારૂ ઝડપી લીધો હતો. જો કે દારૂ, ટ્રક અને 42 લાખના મુદામાલ સાથે એક ગિરફ્તાર કર્યો હતો અને આ કારખાના માલિક સહિત બે શખ્સોએ દારૂ મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું.

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ આશીર્વાદ ઇમ્પેક્ષ નામના કારખાનાના ગોડાઉનમાં આજે ઈંગ્લિશ દારૂ ભરેલો ટ્રક ઉતારવાનો હોવાની ચોક્કસ બાતમી સ્ટેટ વિજિલન્સની ટીમને મળતા તુરંત જ હરકતમાં આવેલી સ્ટેટ વિજિલન્સની ટીમે આ દારૂ પકડી લેવા આજે સવારે રાજપર રોડ પર આશીર્વાદ ઇમ્પેક્ષ કારખાનામાં રેઇડ કરી હતી. પોલીસની તપાસમાં આ કારખાનાના ગોડાઉનમાં ટ્રકમાં ઈંગ્લીશ દારૂ ભરીને ઉતારવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે ત્રાટકી અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની 7464 નંગ બોટલ મળી કુલ 622 પેટી દારૂ કી. રૂ.32 લાખ અને ટ્રક નં. GJ 08 W 3871 કી.10 લાખ મળી કુલ 42 લાખ સાથે રાજસ્થાનના ટ્રક ચાલક ચુના૨ામ મોટા૨ામ ગોડારાને ઝડપી લીધો હતો.

 

પોલીસના હાથે ઝડપાયેલા આરોપીની કડક પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો મોરબીના બે સ્થાનિક લોકોએ મંગાવ્યો હોવાનું બહાર આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Related posts

*HELLO MORBI NEWS: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાની શ્રી ચક્રાવા પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રી જીજ્ઞાબહેન કૃષ્ણકાંતભાઈ ઠકરારના સન્માન મુકુટ માં વધુ એક સન્માન પીછ નો ઉમેરો થયો છે*

editor

*HELLO MORBI:નવયુગ બી.એડ્ કોલેજના તાલીમાર્થીઓ દ્રારા ટીંબળી પ્રાથમિક શાળાની શિક્ષણસફર*

editor

• *મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો કોરોના કપરા કાળમાં રાજ્યના ખેડૂતોને પાક ધિરાણની રકમ ચૂકવવામાં રાહત આપતો વધુ એકકિસાન હિતકારી નિર્ણય*

Hello Morbi

Leave a Comment