• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી : ખાનગી શાળામાં ફી વધારો પાછો ખેંચવા અને ડોનેશન પ્રથા બંધ કરવાની માંગ સાથે* *આમ આદમી પાર્ટીએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું*

મોરબી:તા મોરબી જીલ્લામાં આવેલ ખાનગી શાળાઓમાં ફી વધારો પાછો ખેંચવા તેમજ ડોનેશન પ્રથા બંધ કરવા FRC કમિટીમાં વાલી સભ્યોનો સમાવેશ કરવાની માંગ સાથે આજે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું છે

 

આમ આદમી પાર્ટીએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે આજના સમયમાં શિક્ષણ સૌથી જરૂરી છે પરંતુ ગુજરાતમાં શિક્ષણનો બેફામ વેપાર થઇ રહ્યો છે અને ખાનગી શાળાઓની મનમાનીને કારણે ગુજરાતના વાલીઓ લુંટાઈ રહ્યા છે આમ આદમી પાર્ટી શિક્ષણને મહત્વ આપનાર પાર્ટી છે દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીએ ખાનગી શાળાના ફી વધારા પર તેમજ ડોનેશન પર પ્રતિબંધ મુક્યો છે જેથી ગુજરાતમાં પણ વાલીઓને રાહત આપવાની માંગ કરી હતી

 

આવેદનમાં વિવિધ માંગણીઓ રજુ કરવામાં આવી હતી જેમાં પ્રાઈવેટ સ્કૂલો ફી વધારો પાછો ખેંચવામાં આવે. ડોનેશન પ્રથા બંધ કરવામાં આવે, ડોનેશન માંગનાર સામે કાર્યવાહી કરાય. યુનિફોર્મ, પુસ્તકો, નોટબૂક અને બુટ મોજા સહિતની ચીજવસ્તુઓ ચોક્કસ દુકાનેથી ખરીદવા બાબતે ખાનગી શાળાઓની મનમાની બંધ કરાય. ખાનગી શાળાના શિક્ષકો અને અન્ય સ્ટાફનું શોષણ બંધ કરવામાં આવે તેમજ FRC કમિટીમાં વાલીઓને સભ્ય તરીકે સમાવેશ કરાય તેવી માંગ કરી હતી

 

જે આવેદન આપતી વેળાએ જીલ્લા પ્રમુખ વસંત ગોરિયા, મોરબી તાલુકા મંત્રી નરભેરાભાઈ દેસાઈ, મોરબી જીલ્લા સોશિયલ મીડિયા કો.ઈન્ચાર્જ કમલેશભાઈ ફાચરા, મોરબી શહેર યુવા પ્રમુખ ભવદિપસીહ ઝાલા તથા મોરબી તાલુકા આઇ.ટી. ઈન્ચાર્જ લલિત ખરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

*HELLO MORBI:મોરબી ભાજપ શાસિત નગરપાલિકા માં થયેલ ભ્રષ્ટાચાર ની તપાસ કરી પગલાં લેવા કોંગ્રેસ પક્ષની માંગણી*

editor

*HELLO MORBI NEWS:મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર એક ટ્રક ચાલક માટીનો ઢગલો ઠાલવી ગયેલ ઇસમને શોધી કાયદાનું ભાન કરાવતી મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ*

editor

*મોરબીમાં બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા સમુહ રાંદલ ઉત્સવનું આયોજન*

Hello Morbi

Leave a Comment