• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વિરમગામમાં નગરપાલિકા દ્વારા છેલ્લા એક વર્ષથી વિકાસ માત્ર કાગળ પર થતો હોય તેમ ભર ઉનાળે ગટરોના પાણી માર્ગો પર ફરી વળ્યા!!!*

મોટાભાગે રાજકીય નેતાઓ દ્વારા હાલ વિધાનસભા 2022 ચૂંટણી અંતર્ગત સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે વિરમગામ ખાતે કોરોના મહામારી અંતર્ગત 2020માં સ્વચ્છતા અંતર્ગત દુગંધ યૂકત ગટરના ગંદા પાણી જાહેર માર્ગો પર ફરી વળતા હોય એ આજની તારીખે એજ પરિસ્થિતિ માં રહ્યા છે. હાલ પણ અવારનવાર વ્યાપક ફરિયાદો અનુસંધાને વિરમગામના જાગૃત સામાજિક અગ્રણી ફારૂકભાઇ મદાર નારી આવાજ પત્રકાર દ્વારા છેલ્લા બે વર્ષથી તંત્ર દ્વારા સ્વચ્છતા અંતર્ગત વિરમગામના અદામીયા સાહેબના ટેકરા આસપાસના વિસ્તારોમાં ગટરના ગંદા પાણી રોડ રસ્તા પર ફરી વળ્યા અંગે સતત રજૂઆત કરી રહ્યા છે જેની પ્રથમ રજૂઆત ગત તારીખ 25-11-2020 થી શરૂઆત કરી છે અવાર નવાર લેખિતમાં તંત્ર સમક્ષ સ્વચ્છતા અંતર્ગત ફરિયાદો કરી રહ્યા છે પરંતુ તકવાદી નેતાઓની જેમ તંત્ર પણ આંખ આડા કાન કરી હોય તેમ સતત ગંદકી કચરાથી સ્વચ્છતાનો અભાવ સતત રહ્યો છે ત્યારે ગત તારીખ 10-3-2021 ના રોજ પણ રિમાઇન્ડર ફરિયાદ કરી છતાં તંત્રના પેટનું પાણી પણ હલ્યું નથી છતાં સ્વચ્છ ભારત અભિયાન ની વાતો કરનાર નેતાઓ વિરમગામ ની મુલાકાતે અદામીયા સાહેબના ટેકરા વિસ્તારથી બારીની મસ્જિદ સુધીના વિસ્તારોમાં સતત ગંદકી કચરા અને ગટરના પાણી રોડ રસ્તા પર વગર વરસાદે ફરી વળ્યા છે જેના કારણે રોગચાળો નો ગંભીર ભય લોકોને રહ્યો છે જે અંગેની વારંવાર થતી રજૂઆત અને તારીખ 20-4-2022 ના રોજ ગંદા પાણી રોડ રસ્તા પર ફરી વળ્યા ની તસ્વીર તંત્રની વિકાસ લક્ષી કામગીરીની પોલ ખોલી રહી છે સફાઈવેરો પાણીવેરો લાઇટ વેરો વસુલ કરતી નગરપાલિકાએ પ્રજાહિત કાર્ય સમયસર કરવા માં નહીં આવે તો આવનાર સમયમાં વિધાનસભા 2022માં ચૂંટણી અંતર્ગત દેખાવ પ્રદર્શન કાર્ય કરી શાસક પક્ષને ભૂતકાળની તસવીરો તાજી કરવામાં સ્થાનિક અગ્રણીઓ આગેવાનો યોગદાન આપશે એવી ચીમકી પત્રકાર ફારૂકબાપુ મદારે ઊચ્ચારી છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (𝐒𝐈𝐑 ) અન્વયે જિલ્લાની ત્રણેય વિધાનસભા વિસ્તારની મુલાકાત લીધી*

editor

સંસ્કારીનગરી ભાવનગરની પ્રગતિનો પંથ ભાજપ સરકારને સંગ:

Hello Morbi

*એક સમય અવલ નંબર આવતી આમરણ ગામની શિક્ષણ વ્યવસ્થા નામશેષ થવાના આરે*

Hello Morbi

Leave a Comment