• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી કબીર આશ્રમ આંગણવાડી ખાતે જીતુભાઈ ચંદારાણા દ્વારા પુત્ર હર્ષ ના જન્મદિવસ નિમિત્તે સ્થાનિક બાળકોને શિક્ષણ ઉપયોગી ભેટ અને આઈસ્ક્રીમ નું વિતરણ કરાયું*

મોરબી તા 22આઈ સી ડી એસ વિભાગ મોરબી હેઠળ ના સિટી 2 ગ્રુપ ના રેલવે સ્ટેશન પાસે આવેલા કબીર આશ્રમ આંગણવાડી (172 )કેન્દ્ર ખાતે શહેર ના પ્રતિષ્ઠિત વ્યાપારી જીતુભાઇ ચંદારાણા તથા ક્રિશ્નાબેન ના પુત્ર હર્ષ ના જન્મદિવસ નિમિતે પરિવારજનો દ્વારા હાલના સમય મુજબ અન્ય કોઈ ઉજવણી માં ખર્ચ કરવાને બદલે પછાત વિસ્તાર માં આવેલ આંગણવાડી કેન્દ્ર ખાતે સ્થાનિક જરૂરીયાતમંદ 72 જેટલા બાળકોને શિક્ષણકાર્ય માં ઉપયોગી કીટ પોતાના હસ્તે આપીને તથા સખત ગરમીના સમયમાં સ્પેશીયલ આઈસ્ક્રીમ ખવડાવીને જન્મદિવસ ની અનોખી ઉજવણી કરી ધન્યતા નો અનુભવ કર્યો હતો. આ ઉપરાંત આ પરિવાર દ્વારા અમુક સ્થળોએ ચકલીઘર, પાણી ના કુંડા વગેરે પણ વિતરિત કર્યા હતા.અને રવિવાર ના રોજ વધુ ચકલી ઘર નું વિતરણ કરશે.                         આ આયોજન માં સ્થાનિક અગ્રણી અને શ્રી માનવ સેવા એ જ પ્રભુ સેવા સંસ્થાનના પરેશભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને શિક્ષણ નું મહત્વ સમજાવીને જીવન ના પરિશ્રમ દ્વારા આગળ વધવા શીખ આપી હતી ,અને દાતા પરિવાર ના ઉપસ્થિત દંપતી તથા પુત્ર હર્ષ ને આ પ્રકારની પ્રેરણાદાયી ઉજવણી માટે હદયપુર્વક અભિનંદન પાઠવ્યા હતા ,અને આંગણવાડી સ્ટાફ તથા લાભાર્થી બાળકો વતી હર્ષ ને જીવન માં ખૂબ ખૂબ પ્રગતિ કરી સફળતાઓ મેળવે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. દાતા પરિવારે પણ આ પ્રેરણાદાયી ઉજવણી થી આધ્યાત્મિક આનન્દ સાથે પરમ સંતોસ મેળવ્યો હતો આ કાર્યક્રમ ની સંપૂર્ણ વ્યવસ્થા આંગણવાડી સ્ટાફ વિજયાબહેન દ્વારા કરવામાં આવી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:વોર્ડ નંબર નવ ના ચૂંટાયેલા નવનિયુક્ત કોર્પોરેટરો ની ટીમ દ્વારા લોક સંપર્ક કરાયો*

editor

*HELLO MORBI:કેન્યા યુકે ની ધરતી પર ગણપતિ બાપ્પા નો જયજયકાર બોલાવતા મોરબીના વતની સુરેશભાઈ પંડયા*

editor

*મોરબીથી શ્રીનાથદ્વારા નો એ.સી. કોચ બસ રૂટ ચાલુ કરવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાની માંગણી*

Hello Morbi

Leave a Comment