• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોડીનાર પોલીસ સ્ટેશનમા ગુનાના કામે તથા ડીટેઇન કરવામા આવેલ તથા બિનવારસુ મળી આવેલ કુલ-૭૦ વાહનોની જાહેર હરાજી કરતી કોડીનાર પોલીસ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મનીન્દર પ્રતાપ સિંહ પવાર સાહેબ તથા ગીર-સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબની સુચના આધારે પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એસ.એન.ચુડાસમા સાહેબના માર્ગદર્શન હેઠળ થયેલ કાર્યવાહી મુજબ

 

કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે ઘણા લાંબા સમયથી ગુનાના કામે તથા ડીટેઇન કરવામા આવેલ તથા બિનવારસુ મળી આવેલ વાહનો પડતર પડેલ હોય, જેનો નિકાલ કરવા માટે એક કમીટીની રચના કરવામા આવેલ હતી. જેમા મામલતદાર શ્રી કોડીનાર તથા કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લાના આર.ટી.ઓ. પો.સબ ઇન્સ. શ્રી કે.જી.પટેલ સાહેબ તથા એમ.ટી.ઓ.શ્રી વેરાવળ નાઓએ કમીટીમાં રહી, કુલ ૮૯ ભંગારના વેપારીઓ વચ્ચે જાહેર હરાજી કરાવી, કોડીનાર પો.સ્ટે. ખાતે ડીટેઇન કરવામા આવેલ કુલ-૭ વાહન તથા બિનવારસુ મળી આવેલ કુલ-૬ વાહન તથા ગુનાના કામે કબ્જે કરવામા આવેલ કુલ-૫૭ વાહન મળી કુલ-૭૦ વાહનોની જાહેર હરાજી કરવામા આવેલ, જેમા હરાજીની આખરી બોલી રકમ રૂ.૭,૬૦,૦૦૦/- ઉપજેલ છે. જે રકમ સરકારશ્રીને જમા કરાવવા તજવીજ કરેલ છે.

ઉપરોક્ત કામગીરીમાં કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્રટ શ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા કોડીનાર પોલીસ સ્ટેશનના ક્રાઇમ રાયટર હેડ કોન્સ. પ્રતાપભાઇ કચરાભાઇ તથા અન્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવી ઉત્કૃષ્ટ કામગીરી કરવામા આવેલ છે.

Related posts

*HELLO MORBI NEWS:351 ગુરૂવારનાં ભજન પૂર્ણ કરતું ડીસાનું શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ*

editor

*વંથલી પોલીસે રાગદ્રેશ અને કિન્નાખોરી રાખી ચોથી જાગીરને દબાવવાનો પ્રયત્ન કરતાં એસ.પી. ને રોષપૂર્ણ આવેદનપત્ર*  

Hello Morbi

*HELLO MORBI:મોરબીમાથી અપહરણ થયેલ સગીરવયના બાળકને તથા આરોપીને શોધી કાઢતી મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ*

editor

Leave a Comment