• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જાહેરમાં જુગાર રમતા કુલ આરોપી-૦૪ તથા રોકડ રકમ રૂ.૧,૦૫,૫૮૦/- સાથે પકડી પાડી જુગારનો ગણનાપત્ર કેસ શોધી કાઢતી કોડીનાર પોલીસ ટીમ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મનીન્દર પ્રતાપ સિંહ પવાર સાહેબ તથા ગીર-સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ દ્વારા પ્રોહી-જુગાર અંગેની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પો.સબ ઇન્સ. શ્રી એસ.એન.ચુડાસમા સાહેબના માર્ગદર્શન હેઠળ થયેલ કાર્યવાહી મુજબ,

આજરોજ રાત્રિના કોડીનાર પો.સ્ટે. ડી-સ્ટાફ ઇન્ચાર્જ પો.હેડ કોન્સ. ડી.ડી.બારડ તથા પો.હેડ કોન્સ. વિજયભાઇ અરજનભાઇ તથા પો.કોન્સ. જગદીશભાઇ રામસીંગભાઇ તથા દિનેશભાઇ કાનાભાઇ તથા ક્રૃપાલસિંહ અતુલસિંહ તથા નંદીશભાઇ જેસીંગભાઇ એ રીતેના પોલીસ સ્ટાફ પો.સ્ટે. વિસ્તારમાં ક.૦૦/૦૦ વાગ્યાથી પેટ્રોલીંગમા હતા. દરમ્યાન સાથેના પો.કોન્સ, દિનેશભાઇ કાનાભાઇ તથા જગદીશભાઇ રામસીંગભાઇ નાઓને સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે વિરાટનગર હુસૈની ચોક પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે અમુક ઇસમો જાહેરમાં ગોળ કુંડાળુ વળી હાર જીતનો જુગાર રમે છે, જેથી તુરંત બે રાહદારી પંચોને બોલાવી સદરહુ બાતમી હકીકતથી વાકેફ કરી ખા.વા.મો.સા. લઇ બાતમી હકીકતવાળી જગ્યાએ આવતા વિરાટનગર હુસૈની ચોક પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં રોડ ઉપર બે પુરુષ તેમજ બે મહીલાઓ ગોળ કુંડાળું વળી હાર જીતનો જુગાર રમતા હોય જેથી રેઇડ કરી તેઓને ચારેય બાજુથી કોર્ડન કરી જેમના તેમ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

આરોપીઓ

(૧) રજાકભાઇ હુસેનભાઇ સૈયદ-અલવી મુસ્લીમ ઉ.વ.૪૫ ધંધો-મજુરી રહે.કોડીનાર ઠે.વિરાટનગર (૨) ભુરાશા જુમાશા રફાઇ-ફકીર મુસ્લીમ ઉ.વ.૪૬ ધંધો-મજુરી રહે.કોડીનાર ઠે.સત્યમ સોસાયટી

(૩) નજમા ઉર્ફે રૂબીનાબેન ડો/ઓ ઇકબાલભાઇ હસનભાઇ મન્સુરી-પીંજારા મુસ્લીમ ઉ.વ.૪૦ રહે.કોડીનાર (૪) લક્ષ્મીબેન વા/ઓ દિનેશભાઇ કાનજીભાઇ પંડયા-બ્રાહ્મણ ઉ.વ.૪૯ ધંધો-ઘરકામ રહે.ટીંબી

ઠે.ઉંટવાળા રોડ વાડી વિસ્તાર તા.જાફરાબાદ જી.અમરેલી

વાળાઓ હારજીતનો જુગાર રમતા રોકડ રૂ.૧૦૫૫૮૦/- તથા ગંજીપત્તાના પાના સાથે મળી આવતા કોડીનાર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૨૨૨૦૫૫૩ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો દાખલ કરેલ છે.

Related posts

*રાજ્યના પ્રાથમિક શિક્ષકોના હિતમાં મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય*

Hello Morbi

*HELLO MORBI ડીસા જલારામ મંદિરના 23 મા પાટોત્સવ નિમિતે ગાયત્રી યજ્ઞનું કરાયું આયોજન*

editor

*ડીસા જલારામ મંદિરે મહાઆરતીમાં જોડાયા વિવિધ સેવાકીય સંસ્થાઓના આગેવાનો*

Hello Morbi

Leave a Comment