• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા: જસાપર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજાયો*

રિપોર્ટર. શરદ એમ.રાવલ.

ગામ. હડિયાણા.તા.જોડિયા

 

જોડિયા તાલુકાના જશાપર ગામે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઈ ગયો સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ નો ત્રિદિવસીય મહાયજ્ઞ ઉલ્લાસ પૂર્ણ માહોલ વચ્ચે ચાલી રહ્યો છે ત્યારે આ મહોત્સવના ત્રીજા દિવસે તા.૨૫-૬-૨૨ ના રોજ જોડિયા તાલુકાની શ્રી જસાપર પ્રાથમિક શાળા ખાતે નાયબ બાગાયત નિયામકશ્રી જામનગર એચ.ડી .પટેલ સાહેબ તથા C.D.P.O શ્રી ઠોરીયા મેડમ તથા પીઠડ સી.આર.સી.ના સી.આર.સી.કોઓર્ડીનેટરશ્રી અજયભાઇ વિરડા ઉપસ્થિત રહ્યા હતા તથા તેમનુ સ્વાગત શાળાના આચાર્યશ્રી કંઝારીયા સાહેબ તેમજ આગેવાનો તેમજ ગામના સરપંચ શ્રી હેમરાજભાઈ પનારા તેમજ તલાટી મંત્રી શ્રી કાનાણી સાહેબ દ્વારા કરવામા આવ્યુ હતુ.

કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી ત્યારબાદ ધોરણ એક માં અને આંગણવાડી માં પ્રવેશપાત્ર બાળકો ને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો તેમજ શાળાની વિદ્યાર્થીની ક્રિષાબેન પીપરીયા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વક્તવ્ય આપવામાં આવ્યું અને ગત વર્ષે ધોરણ 1 થી 8 માં પ્રથમ 3 નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ આપીને સન્માનિત કરાયા તેમજ એન.એમ. એમ .એસ .ની પરીક્ષા માં શ્રેષ્ઠ દેખાવ કરનાર પનારા સંગમબેન મુકેશભાઈ નું પણ ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું આ તકે શૈક્ષણિક કિટના દાતા શ્રી થોભણભાઈ પનારા તેમજ હેમરાજભાઈ પનારા નું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યામાં આગેવાનો ,ગ્રામજનો વાલીઓ માતાઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને નાયબ બાગાયત નિયામકશ્રી એચ.બી પટેલ સાહેબ દ્વારા પોતાના વક્તવ્ય અંતર્ગત શાળાની શ્રેષ્ઠ શૈક્ષણિક કામગીરી ને બિરદાવવામા આવી તેમજ સી.ડી.પી.ઓ.શ્રી ઠોરીયા મેડમ દ્વારા પણ પ્રેરણાત્મક પ્રવચન આપવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આચાર્યશ્રી તેમજ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી

Related posts

*શ્રી લોહાણા મહા પરિષદ,યુવા સમિતિ,ઉતર ગુજરાત ઝોન પ્રમુખ જનક ઠકકરે તેમની ટીમ સાથે લીધેલ ડીસા નગરની મુલાકાત*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડિયા માં ઇદે- મિલાદુન-નબી ની ભવ્ય ઉજવણી ગામના માર્ગો પર નિકળ્યું ઝુલુસ* *કોમી- એકતા સાથે ભાઇ ચારો નો સંદેશ*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લામાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર વ્હીલર તેમજ ટ્રાન્સપોર્ટ વાહનોના નંબર માટે ૨૫ ઓક્ટોબરથી રી-ટેન્‍ડર પ્રક્રિયા શરૂ થશે*

editor

Leave a Comment