• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*બાલાચડી પ્રાથમિક શાળા ખાતે કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવ 2022 ની ઉજવણી કરવામાં આવી*

રિપોર્ટર. શરદ એમ.રાવલ.

તા.જોડિયા. ગામ.હડિયાણા.

 

શ્રી બાલાચડી પ્રા. શાળા

મુ. બાલાચડી, તા. જોડિયા જી. જામનગર

તા. ૨૪/૬/૨૦૨૨

 

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવણી અહેવાલ

આજરોજ તારીખ 24/6/2022 અને શુક્રવારે શ્રી બાલાચડી પ્રાથમિક શાળા ખાતે કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2022 ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય અતિથિ તરીકે ગુજરાત એસ. ટી. નિગમ જામનગર ડિવિઝનના નિયામકશ્રી દવે સાહેબ, જોડિયા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી જ્યોત્સનાબેન અરવિંદભાઈ ભીમાણી, બાલાચડી ગામના સરપંચ શ્રી સહદેવસિંહ વાઘેલા, ઉપસરપંચ શ્રી જયદેવસિંહ વાઘેલા, તલાટી કમ મંત્રી શ્રી સુખદેવસિંહ, સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી કનુભાઈ જાટીયા, એસ.એમ.સી.ના સભ્યો, શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ છત્રાળા, શાળાના શિક્ષકો, ગ્રામ પંચાયતના સદસ્યો, ગ્રામજનો, મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.

સૌપ્રથમ દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ સમુહપ્રાર્થના કરવામાં આવી હતી. શાળામાં પધારેલા મહેમાનોનું ભગવત ગીતા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નામાંકન વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં આંગણવાડીના ૮ બાળકોને કીટ વિતરણ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ શ્રી બાલાચડી પ્રાથમિક શાળા ખાતે ધોરણ ૧ માં કુલ ૧૭ વિદ્યાર્થીઓને કીટ વિતરણ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ શ્રી બાલાચડી પ્રાથમિક શાળામાં વર્ષ 2022 વાર્ષિક પરીક્ષામાં ધોરણ ૧ થી ૮માં ૧ થી ૩ ક્રમાંકપ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓનું સન્માન શૈક્ષિણક કીટ આપીને કરવામાં આવ્યું હતું. તેમજ ચાલુ વર્ષે શ્રી બાલાચડી પ્રાથમિક શાળા ખાતેથી ખેલ મહાકુંભમાં દોડ સ્પંર્ઘામાં વાઘેલા કૃપાલીબા મહેન્દ્રસિંહએ જિલ્લા કક્ષા માં પ્રથમ અને રાજ્ય કક્ષામાં ચોથા ક્રમે પ્રાપ્ત કરેલ છે અને તેમને સ્પોર્ટ્સ એકેડેમી સ્કુલ જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલ ખાતે એડમિશન મળેલ છે, . આ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળામાં રુા.14,000 નું દાન આપી હાથ ધોવા માટેનો પાણીનો ઓટો બનાવી આ૫નાર હનીફશા જુમાશા શાહમદાર અને અનવરશા ગુલાબશા શાહમદાર દાતાશ્રીનું શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શાળામાં આર.ઓ. પ્લાનન માટે ગામલોકોએ રૂા. ૧૦૦૦૦નું દાન આપેલ હતું તેમનું ૫ણ સન્માજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળા માં પધારેલ મુખ્ય અતિથિ શ્રી દવે સાહેબ એ પોતાના આશિર્વચન પાઠવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આભારવિધિ શાળાના શિક્ષક શ્રી ભરતભાઈ જાટિયા દ્વારા કરવામાં આવી હતી તેમજ રાષ્ટ્રગાન નું સમાપન કરી શાળામાં મુખ્ય અતિથિ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું

Related posts

*HELLO MORBI:મોરબી ના ટીંબડી પાટીયા પાસે, સહકાર ચેમ્બર્સમાં આવેલ દુકાનમાંથી ગેરકાયદેસર નશીલી આર્યુવેદીક શીરપની બોટલો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલનો નવતર અભિગમજિલ્લા સ્વાગતની રજુઆતો હવે ઓનલાઈન સ્વીકારવામાં આવશે*

editor

*ટંકારા કન્યા શાળા ખાતે જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી અંતર્ગત જ્ઞાનકુંજ પ્રોજેક્ટના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો* 

Hello Morbi

Leave a Comment