• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોડીનાર માં રથયાત્રા અને ઈદ નિમિતે શાંતી સમિતિની બેઠક યોજાઈ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

રાજ્યભરમાં આગામી દિવસોમાં હિન્દુઓની ભગવાન જગન્નાથની રથયાત્રા અને મુસ્લિમોની બકરી ઈદનો તહેવાર આવી રહ્યા છે. આ તહેવારો શાંતિમય માહોલમાં ઉજવાઈ તે માટે આજ રોજ કોડીનાર પોલીસ સ્ટેશન માં પી આઈ મકવાણા અધ્યક્ષ સ્થાને હિન્દુ તથા મુસ્લિમ આગેવાનો ની ઉપસ્તીમાં શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવી હતી જેમાં મુસ્લીમ સમાજ ના આગેવાન સૈયદ દાદા બાપુ ટાવર બાપુ તથા રફીક ભાઈ જુણેજા તથા યુસુફ અલી બહેરુની તથા ઈકબાલ ભાઈ મકલાઈ તથા મુસ્લીમ એકતા મંચ ના ટ્રેઝરર અફઝલ ભાઈ કચ્છી તથા હિન્દુ સમાજ ના આગેવાન ગીર સોમનાથ જિલ્લા ના કરણી સેનાના પ્રમુખ વિજય ભાઈ જાદવ તથા ભાજપ ના કાર્યકર રામ ભાઈ વાઢેર તથા રાજુ ભાઈ બાંભણીયા તથા કોંગ્રેસ શહેર પ્રમુખ કૌશિક ઉપાધ્યાય તથા પત્રકાર અલ્તાફ મુગલ તથા કુલદીપ પાઠક તથા દિનેશ જોશી તથા અન્ય આગેવાનો હાજર રહ્યા હતા તથા પોલીસ કાર્યરત હોય અને બંને તહેવારો દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવો ના બને તે માટે અત્યારથી પોલીસ સજાગ બની છે. બંને તહેવારોની ઉજવણી કોડીનાર તાલુકા અને આજુબાજુના ગામોમાં ભાઈચારા અને શાંતિથી ઉજવાઈ તે માટે કોડીનાર તાલુકા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિ બેઠક બોલાવી હતી.

આ પ્રસંગે પોલીસ અધિકારીએ રથયાત્રા અને રમઝાન ઈદના તહેવારો શાંતિથી અને ભાઈચારા વચ્ચે યોજાઈ તે માટે અપીલ કરી હતી. તેમજ તે દિવસે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. આ બેઠકમાં બંંને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Related posts

*લ્યો કરો વાત લજાઈ ગમે રસીકરણ કેન્દ્ર બંધ કરાતા લોકો બન્યા ચિંતક!!!*

Hello Morbi

*હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે બીજી વખત રણછોડભાઈ પટેલની નિમણૂક કરાઈ*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે બંને ટાઈમ ચાલતા સદાવ્રત મા બપોર ના પ્રસાદ મા સહયોગ આપી સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો હાલાણી પરિવાર*

Hello Morbi

Leave a Comment