• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસાના નાના બાળક યુવરાજ ઠકકરે ચેસની રમતમાં કર્યું જોરદાર પર્ફોમન્સ*

માત્ર આઠ વર્ષની ઉંમર ધરાવતા ડીસાના હાલ અમદાવાદ રહેતા યુવરાજ પાર્થકુમાર ઠકકરે અમદાવાદની ચાણકય ચેસ એકેડેમીમાં તાલીમ લઈ બેસ્ટ પરફોર્મન્સ કરેલ છે. આ માટે સંસ્થાના સૌ પદાધિકારીઓએ તેનું પ્રમાણપત્ર અને ટ્રોફી દ્રારા દબદબાભેર સન્માન કર્યું હતું.

ડીસાના ભગવાનભાઈ બંધુ તેમજ શ્રીમતી ચારૂબેન ઠકકરનો પૌત્ર તેમજ અમદાવાદના ભગવાનભાઈ એલ.ઠકકર તેમજ શ્રીમતી પુષ્પાબેન ઠકકરનો દોહિત્ર એવા યુવરાજ ઠકકરને નાનપણથી જ ચેસ,સ્વિમિંગ, સાયકલીંગ,રમતગમત, સંગીતની પ્રેક્ટિસ માટે તેના પિતા પાર્થકુમાર ઠકકર તેમજ માતા શ્રીમતી શ્રુતિબેન ઠકકર સતત કાળજી રાખી રહેલ છે.રોજ સવારે ગાયત્રીમંત્ર ગાઈ દેવદર્શન કરતો યુવરાજ ઠકકર ભવિષ્યમાં રમતગમત ક્ષેત્રે વિશેષ આગળ વધી શકે તે માટે નિયમિત પ્રેક્ટિસ કરે છે.ચેસની રમતમાં બેસ્ટ પરફોર્મન્સ દ્રારા યુવરાજનું સન્માન થતાં સૌ પરિવારજનો,સ્નેહીજનો અને પરિચિતોએ તેને અભિનંદન આપી આનંદની લાગણી વ્યક્ત કરેલ છે.

Related posts

*ડીસામાં 200 મા ગુરૂવારે રંગેચંગે યોજાયો જલારામ બાપાનો ભજન સત્સંગ કાર્યક્રમ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ચતુર્થ વિધાર્થી સન્માન સમારોહ યોજાયો*

editor

*ટંકારામાં અશહ ગરમી બાદ મેઘરાજાની એન્ટ્રી આશરે એક ઈચથી વધુ વરસાદ પડતા ગરમીમાં થોડી રાહત મળી*

Hello Morbi

Leave a Comment