• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જલારામ સત્સંગ મંડળ દ્રારા ટેટોડા ગૌશાળાને અર્પણ કરાયા રૂપિયા ચાર લાખ* 

તારીખ 26-7-2018 થી એટલે કે છેલ્લા ચાર વર્ષથી ડીસા નગરમાં જલારામ સત્સંગ મંડળના માધ્યમથી વિવિધ પરિવારોમાં પૂજ્ય જલારામ બાપાના ભજન થાય છે.તારીખ 25-8-2022 ગુરૂવારે મણીભાઈ પટેલ (શેઠ) ના નિવાસસ્થાને પટેલ સોસાયટીમાં ભજન હતાં.આ શુભ અવસરે ટેટોડા ગૌશાળાના ગાયો માટે સંપૂર્ણ સમર્પિત એવા સંત પૂજ્ય રામરતનજી મહારાજ પધારતાં જલારામ સત્સંગ મંડળ દ્રારા ગૌસેવા માટે રૂપિયા ચાર લાખ અર્પણ કરાયા હતા.

જલારામ સત્સંગ મંડળના સર્વ કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર,આત્મારામભાઈ ઓઢાવાળા,કનુભાઈ તૃપ્તિવાળા,મહેશભાઈ ઉડેચા,આનંદભાઈ પી.ઠકકર,તારાચંદભાઈ ડી.ઠકકર,આર.ડી.ઠકકર,કમલેશભાઈ રાચ્છ,જ્યોતિબેન ઠકકર,શિલ્પાબેન ઠકકર,બબીબેન રાચ્છ સહિત સૌએ સાથે મળી પૂજ્ય રામરતનજી મહારાજને ગૌસેવાની રકમ અર્પણ કરી રાજીપો અનુભવ્યો હતો.

આ અગાઉ કુલ 211 ગુરૂવાર ના ભજનના માધ્યમથી અંદાજે 22,52,000 (બાવીસ લાખ બાવન હજાર) જેવી માતબર રકમ વિવિધ ગૌશાળાઓમાં અર્પણ કરાઈ ચૂકી છે તેમ જલારામ સત્સંગ મંડળના સંયોજક ભગવાનભાઈ બંધુએ જણાવ્યું હતું.

Related posts

*ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતી યાત્રિકોને મદદરૂપ થવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખડેપગે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: મિલકતમાં પ્રવેશ અંગે: પ્રતિવાદીની તમામ અરજીઓ નામદાર કોર્ટમાં નામંજૂર કરાવતા એડવોકેટ નિકુંજભાઈ કોટક અને ટીમ*

editor

*શ્રી શાસ્ત્રીજી ગૌશાળા ડીસા ખાતે ગૌમાતાઓ માટે વિશાળ શેડ બનાવવા કરાયું ખાતમુહૂર્ત*

Hello Morbi

Leave a Comment