• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*”માર્કેટચોક કા રાજા” ગણેશ ઉત્સવના છઠ્ઠા દિવસે માલધારી સમાજના યુવાનો દ્વારા ભાતિગળ રાસ રજૂ કર્યા હતા*

વાંકાનેર શહેરના માર્કેટચોક ખાતે શાખાના ગ્રાઉન્ડમાં બિરાજમાન “માર્કેટચોક કા રાજા” ગણેશ ઉત્સવ દરમિયાન છઠ્ઠા દિવસે માલધારી સમાજના યુવાનો દ્વારા રાસ રજૂ કરવામાં આવ્યા હતા.

 

હાલ ઠેર-ઠેર ગણેશ ઉત્સવો ધર્મોઉલ્લાથી ઉજવાય રહ્યા છે ત્યારે વાંકાનેર શહેરના હૃદયસમા માર્કેટચોક શાખાના ગ્રાઉન્ડ ખાતે ગણેશ ઉત્સવના મોભી જીતુભાઈ સોમાણી દ્વારા આયોજીત “માર્કેટચોક કા રાજા”ના પંડાલમાં બિરાજમાન વિઘ્નહર્તાના સાનિધ્યમાં છઠ્ઠા દિવસે માલધારી સમાજના યુવાનો દ્વારા ભાતીગળ હુડારાસ સહિત વિવિધ પ્રકારના રાસ રજૂ કરી સૌ કોઈને મત્રમુગ્ધ કરી દીધા તેમજ આ ભાતીગળ રાસ નિહાળવા બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

 

માર્કેટચોક કા રાજા ગણેશ ઉત્સવમાં દરરોજ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે ગણેશ ઉત્સવના સાતમા દિવસે મંગળવારના રોજ રાત્રે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ૧૧૧૧ દીવડા દ્વારા વિઘ્નહર્તાની મહાઆરતી કરવામાં આવશે તેવું ગણેશ ઉત્સવ સમિતિના મોભી જીતુભાઈ સોમાણી દ્વારા જણાવ્યું હતું

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પીઠડ ગામ ની પ્રાથમિક સમસ્યા અને સુવિધાના અભાવ વિશે ગામના યુવા સમાજીક કાર્યકર હાર્દિક ભોજાણી એ મુખ્ય મંત્રી શ્રી સમક્ષ રૂબરૂ રજૂઆત*

editor

*HELLO MORBI: ૬૫-મોરબી માળિયા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર વિવેક મિરાણી (બબલુ) મોરબી નગર દરરોજાના ચોકમાં સાંજે સભા સંબોધન કરશે*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકાના આંદરણા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા નવ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment