• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજ્ય સરકારનો FHW,FHS, MPHW અને MPHS કર્મીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય*

*આરોગ્ય અને પંચાયત વિભાગના હેલ્થ વર્કર કર્મચારીઓના પગારમાં માસિક રૂ.૪ હજારનો વધારો કરાયો : પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી*

……………………..

 *હેલ્થ વર્કર કર્મીઓને ૧૩૦ દિવસનો કોવિડ ડયુટીનો રજા પગાર અપાશે*

 *PTA ફેરણી ભથ્થા અંગેની આ કર્મચારી મંડળની માંગ સ્વીકારીને ૮ કિ.મીની મર્યાદા દૂર કરાઈ*

 *સાતમા પગાર પંચ મુજબના ભથ્થાના લાભ સહિતના તાજેતરમાં કર્મચારીહિતલક્ષી લેવાયેલા નિર્ણયો અંતર્ગત ઠરાવો આગામી ત્રણ દિવસમાં થઈ જશે*

 *આ કર્મચારીઓ ફરજ પર ગેરહાજર હોવાથી રાજ્યના ગરીબ અને જરૂરતમંદ નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓમાં અસર થઈ રહી છે : આવતી કાલથી જ ફરજ પર જોડાઈ જવા મંત્રીશ્રીની અપીલ*

……………………..

પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, કર્મચારીઓ સરકારનું અભિન્ન અંગ છે અને રાજ્ય સરકારે કર્મચારીઓના હિતમાં અનેકવિધ નિર્ણયો પણ લીધા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ૪૨ દિવસથી આરોગ્ય અને પંચાયત વિભાગ હસ્તકના FHW,FHS, MPHW અને MPHS કર્મીઓ ફરજ ઉપર ગેરહાજર રહ્યા હોવાથી રાજ્યના ગરીબ અને જરૂરતમંદ સામાન્ય નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓમાં ખૂબ જ માઠી અસર થઈ રહી છે. નાગરિકોને હાલાકી ન પડે તે હેતુથી તેમજ કોરોના મહામારી સહિતની આરોગ્યલક્ષી સંકટ સમયે મહત્વપૂર્ણ યોગદાનના સન્માન રૂપે આ હેલ્થ વર્કર કર્મચારીઓની કેટલીક વ્યાજબી અને મહત્વપૂર્ણ માંગણીઓ રાજ્ય સરકારે સ્વીકારી આવતી કાલથી જ ફરજ પર હાજર થઈ જવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો છે.

 

પ્રવકતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશ હેઠળ મંત્રીમંડળના સભ્યોશ્રીની રચાયેલ કમિટીના સભ્યોએ આ કર્મચારી મંડળના આગેવાનો સાથે તબક્કાવાર બેઠકો યોજી છે અને તંદુરસ્ત સંવાદ સાથે વ્યાજબી માંગણીઓ પણ કલાકો સુધી ચર્ચાઓ પણ થઈ છે.

 

આજે નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી નિમિષાબેન સુથાર તેમજ પંચાયત રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં પ્રવક્તા મંત્રી શ્રી વાઘાણીએ રાજય સરકારે લીધેલા નિર્ણયો અંગે માહિતી આપતા જણાવ્યું કે, હેલ્થ વર્કર કર્મચારીઓના પગારમાં માસિક રૂ.૪ હજારનો વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત આ હેલ્થ વર્કર કર્મીઓને ૧૩૦ દિવસનો કોવિડ ડયુટીનો રજા પગાર પણ આપવામાં આવશે. જ્યારે PTA ફેરણી ભથ્થા અંગેની આ કર્મચારી મંડળની માંગ સ્વીકારીને ૮ કિ.મીની મર્યાદા દૂર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, તાજેતરમાં કર્મચારીહિતલક્ષી લેવાયેલા ૧૫ જેટલા ઐતિહાસિક નિર્ણયોના લાભો પણ આ તમામ કર્મચારીઓને મળવાના જ છે ત્યારે સાતમા પગાર પંચ મુજબના ભથ્થાના લાભ મળવા સહિતના લેવાયેલા વિવિધ નિર્ણયો અંતર્ગત ઠરાવો પણ આગામી ત્રણ દિવસમાં થઈ જશે.

***

Related posts

*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના અઘ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાન અંગે શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના મિતાણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરાયું*

editor

*ખેડા જિલ્લાનું ગૌરવ એવા મુસ્લિમ ઉદ્યોગપતિ અગ્રણી અમારા વડીલ જનાબ હાજી ખમીસાભાઈ સંધી હંમેશા એજ્યુકેશનને અગ્રીમતા આપતા રહ્યા છે…!!*

Hello Morbi

Leave a Comment