• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી વીસીપરા પાસે ભીખ માંગનાર ઇસમને છરીનો ઘા મારનાર ઇસમને ગણતરીના દિવસોમાં પકડી પાડી વણશોધાયેલ ખુનની કોશિષનો ગુનો શોધી કાઢતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

મોરબી વીસીપરા પાસે ભીખ માંગનાર ઇસમને છરીનો ઘા મારનાર ઇસમને ગણતરીના દિવસોમાં પકડી પાડી વણશોધાયેલ ખુનની કોશિષનો ગુનો શોધી કાઢતી ક્રાઇમ બ્રાંચ મોરબી
તા-૦૪/૦૪/૨૦૨૩
ગઇ તા. ૦૧/૦૪/૨૦૨૩ નારોજ સાંજના આશરે સાડાસાતેક વાગ્યાના અરશામાં મોરબી વીસીપરા પાસે આ કામના ફરીયાદી શ્રી, રમેશકુમાર ખ્રુમ યોગી રહે. શાંતિનગર, થાણુ ચટીયા જિ.હરદોઇ ઉત્તરપ્રદેશ વાળા એક અજાણી મહીલા પાસે ખાવુનું માંગતા હોય જે બેન ખાવાનું આપવાની ના પાડતા તેણીની સાથે ખાવાનું માગવા બાબતે રકજક કરતા તેણીની સાથેનો અજાણ્યો આરોપી એકદમ ઉશ્કેરાય જઇ ફરીયાદીશ્રીને પેટના ભાગે છરીનો એક ધા મારી આતરડા બહાર કાઢી આરોપી નાશી ભાગી ગયેલ જે ઇજા પમનારને પ્રથમ મોરબી તથા વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ થયેલ જે અંગેની ફરીયાદીશ્રીએ ફરીયાદ જાહેર કરતા મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે. ખાતે તા. ૦૨/૦૪/૨૦૨૩ નારોજ. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૯૦૦૩૨૩૦૫૫૦/ ૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૦૭ વિ.મુજબનો ગુનો રજી. થયેલ જે ગુન્હાની તપાસ મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે. ખાતે ચાલુ છે.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ શ્રી અશોકકુમાર પોલીસ નિરીક્ષકશ્રી, રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબીનાઓએ પોલીસ ઇન્સ.શ્રી ડી.એમ.ઢોલ એલ.સી.બી. મોરબીનાઓએ તાત્કાલીક ગુનો શોધી કાઢવા તથા સંડોવાયેલ આરોપી પકડી પાડવા સારૂ સુચના કરતા એલ.સી.બી. મોરબીના પો.સ.ઇ.શ્રી કે.જે.ચૌહાણ તથા શ્રી, એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો, ટેકનીકલ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ઉપરોકત કામગીરી કરવા કાર્યરત કરેલ હતી.
ઉપરોકત વણશોધાયેલ ગુનો શોધી કાઢી આરોપીને હસ્તગત કરવા એલ.સી.બી.ની ટીમે ટેકનીક માધ્યમ, હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા ગુનામાં સંડોવાયેલ આરોપી અંગે હકિકત મેળવવા સઘન, તપાસ કરી કરાવતા હતાં તે દરમ્યાન ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, ગુનાને અંજામ આપનાર રાજુભાઇ સુરેશભાઇ ઉર્ફે મનસુખભાઇ સોલંકી રહે.હાલ મોરબી પાડાપુલ નીચે ઝુપડામાં વાળો છે જે હાલે જામનગર સાત રસ્તા વિસ્તાર બાજુ જતો રહેલ હોવાની ચોકકસ હકિકત મળેલ હોય જે હકિકત આધારે તાત્કાલીક એક ટીમ જામનગર ખાતે મોકલી તપાસ કરતા જામનગર સાત રસ્તા ખાતેથી આરોપી રાજુભાઇ સ./ઓ. સુરેશભાઇ ઉર્ફે મનસુખભાઇ સોલંકી ઉ.વ. ૩૦ રહે. મુળ. ગુંદાળા તા. શિહોર જિ. ભાવનગર હાલ મોરબી પાડાપુલ નીચે ઝુપડામાં તા.જી. મોરબી વાળો મળી આવતા મજકુરની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા મજકૂરે ઉપરોકત ગુનાની કબૂલાત આપતા મજકુરને આગળની કાર્યવાહી અર્થે મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે.ને સોપવામાં આવેલ છે.
આમ,મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડની ટીમને વણશોધાયેલ ખુનની કોશિષનો ગુનો ગણતરીના દિવસોમાં શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી.એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI NEWS:હળવદ ટાઉનમાં પેટ્રોલીંગ દરમ્યાન પોકેટ કોપની મદદથી વાહન ચોરીનો આરોપી પકડી મો.સા. રીકવર કરતી હળવદ પોલીસ*

editor

*HELLO MORBI: સફાઈ કામદારોએ સીધા ધિરાણ યોજના અન્વયે વિવિધ યોજનાનો લાભ લેવા ૩૦ ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરવી*

editor

*HELLO MORBI NEWS:અણીયારી ટોલનાકાથી ભારતીય બનાવટી ઇગ્લીશ દારૂ પકડી પાડતી માળીયા મીંયાણા પોલીસ*

editor

Leave a Comment