• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી તાલુકા ના લાલપર નજીક દારૂ, બિયર ભરેલી કાર ઝડપી ત્રણ ની અટકાયત કરતી મોરબી તાલુકા પોલીસ ની ટીમ*

મોરબી તા ૨૯ : મોરબી તાલુકા પોલીસે વાંકાનેર – મોરબી હાઇવે ઉપરથી બાતમીને આધારે હોન્ડા અમેજ કારમાંથી દારૂ બિયરના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી પાંચેક લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે વાંકાનેર મોરબી હાઇવે ઉપર લાલપર નજીક ઓનેસ્ટ હોટલ પાસેથી હોન્ડા અમેજ કાર અટકાવી તલાશી લેતા આરોપી કીશનભાઈ નરોતમભાઈ દુધરેજીયા, રહે. ગારીયા, કીશનભાઈ ઉર્ફે વિજય જીવરાજભાઈ મેર, રહે. જોધપર અને વિશાલભાઈ મંછારામભાઈ ગોંડલીયા રહે. ગારીયા તા-વાંકાનેર વાળાના કબ્જામાંથી મેકડોવેલ્સ નં.1 વ્હિસ્કીની બોટલ નંગ-60 કિંમત રૂપિયા 22,500 તથા કિંગફીશર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયરના ટીન નંગ-48 કિંમત રૂપિયા 4800 મળી આવતા ગુન્હાના કામે ઉપયોગમાં લીધેલ કાર કિંમત રૂપિયા 5,00,000 સહિત કુલ રૂપિયા 5,27,300નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓ તેમજ તપાસમાં જે ખુલે તે તમામ સામે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

*HELLO MORBI:નારી સંરક્ષણ ગૃહો/કેન્દ્રો તથા ગ્રાંટેડ પ્રિવેન્ટીવ રેસ્ક્યુ સેન્ટર ખાતે આશ્રીત બહેનોના લગ્ન સહાયમાં નોંધપાત્ર વધારો: મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લાના વિવિધ ગામડાઓમાં શેગ્રીગેશન શેડ તથા કંપોસ્ટપીટનું નિર્માણ કરી લોકાર્પણ કરાયું*

editor

*HELLO MORBI NEWS:૭૦ વર્ષ ના માજી ને ગંભીર બીમારી માંથી બહાર લાવી નવજીવન આપતા મોરબીનાં આયુષ મલ્ટીસ્પેશિયલિટી હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા*

editor

Leave a Comment