• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મહાત્મા ગાંધી જયંતિ ના દિવસે મોરબી ની પ્રજા ને પરેશાન કરતા પીપળી જેતપર રોડ રસ્તા ના પ્રશ્ન ને વાચા આપવા મોરબી કોગ્રેસ દ્વારા બાઈક રેલી*

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જયંતીભાઈ જે.પટેલ ની એક અખબારી યાદી જણાવે છે કે

મોરબી – પીપળી- જેતપર રોડ છેલ્લાં ઘણા સમય થી બિસ્માર હાલતમાં છે. ત્યાં રોજ ના હજારો લોકો પોતાના ના રોજગાર અર્થ આ રોડ ઉપર થી પસાર થાય છે. ઘણા બઘા સિરેમિક અને અન્ય નાના મોટા કારખાના આવેલ છે. અનેક ગામ આ રોડ પર આવેલા છે. લોકો ને ખરીદી માટે, આરોગ્ય માટે, ધંધા રોજગાર માટે કે સારા માઠા પ્રસંગો પર આ રોડ પર થી પસાર થવું પડે છે. મજુરો ને પબ્લિક વાહન દ્વારા આવવા જવા માટે પારાવાર હાલાકી ભોગવવી પડે છે.

આ ખરાબ રોડ રસ્તા ને કારણે અવાર નવાર અકસ્માત થાય છે, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે અને ઘણા કિસ્સાઓમાં મૃત્યુઓ પણ થયાં છે , છતાં પણ આ રોડ રસ્તા રીપેરિગ કરવામા આવતો નથી કે નવા બનાવવા માં આવતા નથી ફકત ને ફકત લોકો ને જૂઠા વચનો આપી ચૂંટણી સમયે ખોટી ખોટી જાહેરાત કરે છે. આ રોડ માં આટલા રૂપિયા ના ખર્ચે ટેન્ડર નીકળ્યું છે, આ રોડ ની ખોટી અને મોટી મોટી જેવી જાહેરાતો થી લોકો ને છેતરવા માં આવી રહ્યાં છે. ત્યારે કોગ્રેસ પક્ષ પ્રજા ને સાથે રાખી, દરેક ગામ ના નાગરીકો અને સરપંચો સાથે રાખી તાત્કાલિક રોડ રિપેર થાય અને નવો રોડ બને એ સંદર્ભે બાઇક રેલી નું આયોજન કરેલ છે પ્રથમ મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે પ્રાર્થના સભા થશે ત્યારબાદ બાઇક રેલી નીકળશે. તો સો પ્રજાજનો અને ઉદ્યોગકારો ગામ ના સરપંચ નો ઉપસ્થિત રહેવા અનુરોધ છે

તારીખ ૨/૧૦/૨૦૨૨ ને રવિવાર સમય સવારે ૮.૩૦ કલાકે ,

સ્થળઃ રામઘન આશ્રમ , મહેન્દ્રનગર થી પ્રસ્થાન થશે . આ કાર્યક્રમ માં કોગ્રેસ પક્ષ ના જિલ્લા /શહેર /તાલુકા ના હોદેદારો,કાર્યકર્તાઓ એ પોતાના બાઇક સાથે ઉપસ્થિત રહેશે.

જયંતીભાઈ જે પટેલ

પ્રમુખ શ્રી – મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:હળવદના દેવીપુરગામની સીમમાં આવેલ વાડીની ઓરડી પાસેથી જુગાર રમતા ૩ ઇસમોને રોકડા રૂપીયા મુદામાલ સાથે પકડી પડતી ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

*કોડીનાર આધારકાર્ડ માટેની લાંબી લાઇનો અને જનતાની હેરાનાગતિનો અંત કયારે?*

Hello Morbi

*શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા આગામી તા.૨૬ ના રોજ લોહાણા સમાજ નુ સ્નેહ મિલન યોજાશે*    

Hello Morbi

Leave a Comment