• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ડીસા ખાતે જિલ્લા કક્ષાનો યોજાયો નશામુકિત કાર્યક્રમ*

ડીસા ખાતે જિલ્લા કક્ષાનો યોજાયો નશામુકિત કાર્યક્રમ
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત માય ભારત પાલનપુરના જિલ્લા યુવા અધિકારી શ્રી કંચન રામરખિયાનીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાનો નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત કાર્યક્રમ અંતર્ગત આઠ પ્રકારની વિવિધ હરીફાઈઓ ડીસા ડીએનપી કોલેજ ખાતે યોજવામાં આવી હતી.આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ડીસા નગરપાલિકાના પ્રમુખ કૌશિકભાઈ સાધુ ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોને વ્યસન મુક્ત થવા માર્ગદર્શન આપ્યું હતું .આ પ્રસંગે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ બનાસકાંઠા જિલ્લા પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બોર્ડર રેન્જ સી.ડી. વાઘેલા અને બી. એસ. ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લા સીઆઇડી ક્રાઇમ દ્વારા યુવાનો વ્યસન મુક્ત બને તેના માટે રિલ ફિલ્મ બતાવીને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા યુવા અધિકારી કંચન રામરખિયાનીએ ભારત સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી યુવાનોને માય ભારત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવા અનુરોધ કર્યો હતો.ડીએનપી આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર આરતીબેન પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું .આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સેવા યોજનાના કોર્ડીનેટર મિતલબેન વેકરીયા,પ્રો.રાણા તેમજ હરેશભાઈ ત્રિવેદીએ સુંદર સંકલન કર્યું હતું .ચિત્રકામ, વક્તૃત્વ , ડાન્સ , નુકકડ નાટક, કાવ્ય લેખન, શોર્ટરીલ,સ્લોગન જેવી વિવિધ હરીફાઈમાં વિજેતા સ્પર્ધાકોને ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્ય , ભગવાનદાસ બંધુ,ચિત્રકામના શિક્ષક ચંદુભાઈ એટીડી, નાથાભાઈ બ્રહ્મક્ષત્રિય, કાંતિભાઈ ભાંડવા સહિતના તજજ્ઞો નિર્ણાયક તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કોલેજ નિયામક છગનભાઈ પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતિ હતી.માય ભારતના ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ અમિતચંદભાઈ શ્રીમાળી તેમજ રમેશભાઈ પલાણીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. મેરા યુવા ભારતની ટીમ અલિસાભાઈ, રોજમીન બિહારી, સપના નાયક , પૂજા ઠક્કર, પૂજા પ્રજાપતિ અને વત્સલ રાજપુતે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મહત્વનું યોગદાન આપ્યું હતું. વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા સાથે સમગ્ર કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

Related posts

*HELLO MORBI:રાણેકપર પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો દિક્ષાંત સમારોહ યોજાયો.*

editor

*જોડિયાના હઙીયાણા તાલુકા શાળા ખાતે પ્રધાનમંત્રી ગરીબ યોજના અંતગર્ત અન ઉત્સવની ઉજવણી કરાઈ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:વોર્ડ નંબર નવ ના ચૂંટાયેલા નવનિયુક્ત કોર્પોરેટરો ની ટીમ દ્વારા લોક સંપર્ક કરાયો*

editor

Leave a Comment