• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડિયાના તારાણા,પીઠડબોડકા રોડ માટે ધારાસભ્યે રૂ. ૫૪ લાખની વધારાની ગ્રાન્ટ મંજૂર કરાવી*

જોડિયા તાલુકાના તારાણા-પીઠડ-બોડકા રોડ માટે ધારાસભ્યે રૂ. ૫૪ લાખની વધારાની ગ્રાન્ટ મંજૂર કરાવી: વિલંબમાં પડેલું કામ હવે ઝડપથી પૂર્ણ થશે
*​ભાજપના યુવા નેતા અને તાલુકા પંચાયત પ્રતિનિધિ કુલદીપ પીઠમલના સક્રિય પ્રયાસો સફળ; ધારાસભ્ય અને સરકારનો આભાર વ્યક્ત કર્યો*
​જોડિયા તાલુકાના તારાણાથી પીઠડ-બોડકા સુધીનો સિંચાઈ વિભાગ હસ્તકનો રસ્તો લાંબા સમયથી અતિ જર્જરિત હાલતમાં હતો. આ રસ્તાના પુનઃનિર્માણ માટે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ તત્કાલીન સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને લેખિત રજૂઆત કરીને રૂ. 3 કરોડથી વધુની ગ્રાન્ટ મંજૂર કરાવી હતી અને કામ એજન્સીને સોંપવામાં આવ્યું હતું.
​જોકે, કોઈ કારણોસર આ રોડનું કામ વચ્ચે જ અટકી ગયું હતું. આ બાબતે તારાણા તાલુકા પંચાયત સદસ્યના પ્રતિનિધિ અને ભાજપના યુવા (GenZ) આગેવાન કુલદીપ પીઠમલે સક્રિયતા દાખવીને સતત ફોલોઅપ લીધું હતું. તેમણે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાને રજૂઆતો કરી તેમજ રાજકોટ સિંચાઈ વિભાગની કચેરી ખાતે ધામા નાખીને અટકી પડેલા કામનો ઉકેલ લાવવા પ્રયાસો કર્યા હતા.
​આ રજૂઆતોને ધ્યાને લઈ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ ગાંધીનગર સ્તરે રજૂઆત કરીને રોડના બાકી રહેલા તથા વધારાના કામ માટે રૂ. ૫૪ લાખની દરખાસ્ત સરકારમાં મંજૂર કરાવી આપી હતી. રૂ. 3 કરોડના મૂળ કામમાં હવે આ રૂ. ૫૪ લાખનો ઉમેરો થતાં રોડનું કામ ઝડપથી પૂર્ણ થશે.
​રસ્તાનું કામ પુનઃ ગતિ પકડતાં અને વધારાની ગ્રાન્ટ મંજૂર થતાં ભાજપના યુવા નેતા કુલદીપ પીઠમલે સમગ્ર વિસ્તારની જનતા વતી ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
*લલીતભાઈ નિમાવત બાલંભા*

Related posts

*HELLO MORBI NEWS:મહા રક્તદાન શિબિર” મોરબી શહેર ભાજપનું સુવિચારિત આયોજન*

editor

*HELLO MORBI:જલીયાણ ગૌશાળા ડીસા/કાંટ ખાતે જલારામ સત્સંગ હોલનું કરવામાં આવેલ ખાતમૂહુર્ત-ભૂમિપૂજન*

editor

*HELLO MORBI:મોરબી જીલ્લામાં સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ અંગે કડક કાર્યવાહી કરતીમોરબી પોલીસ*

editor

Leave a Comment