• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી નજીક ગેસ ટેન્કરમાંથી ગેસ ચોરીનું કૌભાંડનો પર્દાફાશ કરતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

મોરબી : એલપીજી ટેન્કરમાંથી ગેસ ચોરી બાટલા ભરવાના જબરદસ્ત કૌભાંડનો મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમે પર્દાફાશ કરી રાજકોટના ગેસ કટિંગ કરતા બે શખ્સો તેમજ ટેન્કર ડ્રાઇવર સહિત ત્રણની ધરપકડ કરી પોલીસે કુલ ૨૯,૮૫ લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો છે.

 

, પ્રાપ્ત થતી વિગતો મુજબ હાઇવે ઉપર પસાર થતા એલપીજી ગેસના ટેન્કર ચાલકને નાણાકીય લાલચ આપી ગેસ કટિંગ કરતી ગેંગ મોરબી જિલ્લામાં સક્રિય બની હોવાની બાતમીને આધારે મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમે બહાદુરગઢ ગામના પાટિયા પાસે વોચ ગોઠવી બામણકા જવાના રસ્તે આવેલ શેરે પંજાબ હોટલ નજીકથી ગેસ ટેન્કરમાંથી ગેસના બાટલા ભરી રહેલ ટોળકીને રંગે હાથ ઝડપી લીધી હતી.

 

વધુમાં એલસીબી ટીમે ગેસ કટિંગ કૌભાંડ ઝડપી લઈ એલપીજી ટેન્કરના જોધપુર, રાજસ્થનના ચાલક રામસીંગ વિજયસીંગ રાઠોડ, રાજકોટ મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટીમાં રહેતા જીજ્ઞેશ ઉર્ફે લાલો મેરામભાઇ લોખીલ અને પ્રદીપ ઉર્ફે લાલો મુળુભાઈ અવાડીયા નામના આરોપીઓને રૂપિયા 26,12,424ની કિંમતના ટેન્કર, ૫૬,૦૦૦ની કિંમતના ૨૮ નંગ ગેસ સિલિન્ડર, રૂ.3 લાખની કિંમતની બોલેરો ગાડી, ઇલેક્ટ્રિક વજન કાટો, રબ્બરની નળી અને મોબાઈલ ફોન મળી કુલ ૨૯,૮૫,૪૨૪ના મુદામાલ સાથે ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ગુન્હો નોંધાવ્યો હતો.

 

આ સફળ કામગીરી મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમના ઇન્ચાર્જ પીઆઇ એન.એચ.ચુડાસમા, પીએસઆઇ એ.ડી.જાડેજા, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા, ચંદુભાઈ કાણોતરા, પોલીસ કોન્સ્ટેબલ રણવીરસિંહ ઝાલા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી, પ્રફુલ્લભાઈ પાનસેરિયા તથા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં મોરબી શહેરના ત્રિવિધ વિકાસકાર્ય કાર્યક્રમનું આયોજન*

editor

*HELLO MORBI NEWS: એક જ સ્થળે અનેક સેવાનો લાભમોરબી નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI:જોડીયા તાલુકાની નેસડા પ્રા.શાળા ના આચાર્ય નું શિક્ષક દિન ના દિવસે જિલ્લા ના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરાયું*

editor

Leave a Comment