• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી એ ગ્રેડની નગર પાલિકા માટે હાઇકેડર ના ચીફ ઓફિસર ની તાત્કાલિક નિમણુક કરવા મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત*

નિર્મિત કક્કડ

૬૫-મોરબી માળીયા વિધાનસભા

‘પ્રેરણાસુર’,એવન્યુ પાર્ક,

રવાપર રોડ, મોરબી.

મો.૯૯૯૮૮૮૦૫૮૮

 

તા.૯-૧૦-૨૦૨૨

 

પ્રતિ શ્રી,

મુખ્યમંત્રી શ્રી,

ગુજરાત રાજ્ય.

 

વિષયઃ- ગુજરાત ની એ ગ્રેડ ની મોરબી નગર પાલીકા માં હાઈકેડર નાં ચીફ ઓફીસર ની તાત્કાલીક નિમણુંક કરવા બાબત.

 

માનનિય સાહેબ શ્રી,

જય ભારત સાથ જણાવવા નું કે ગુજરાત રાજ્ય ની એ ગ્રેડ ની મોરબી નગરપાલીકા ના ચીફ ઓફીસર ની તાજેતર માં હળવદ ખાતે બદલી કરવા માં આવેલ છે. જેથી એ ગ્રેડ ની મોરબી નગરપાલીકા ચીફઓફીસર વિહોણી બની છે. મોરબી શહેર ની વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે હાઈ કેડર ના ચીફ ઓફીસર ની તાત્કાલીક ધોરણે નિમણુંક કરવા વિનંતી.

વર્ષ -૨૦૧૩ માં તત્કાલીન મુખ્યમંત્રી મા.શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા મોરબી ને જીલ્લો જાહેર કરવા માં આવેલ છે પરંતુ ૯-૯ વર્ષ વિતવા છતાં પણ આજ દીન સુધી મોરબી શહેર ની પ્રજા પ્રાથમિક સુવિધાઓ માટે જંખી રહી છે. શહેર ના વિવિધ પોશ તેમજ દુર્ગમ વિસ્તારો ઉબળ-ખાબળ રોડ રસ્તા, પીવા ના પાણી ની સમસ્યા, જાહેર શૌચાલયો ની સમસ્યા, વરસાદી પાણી ના નિકાલ ની સમસ્યા, સફાઈ તેમજ ગટર ઉભરાવવા ની સમસ્યા, સ્ટ્રીટ લાઈટ ની સમસ્યા સહીત ની વિવિધ સમસ્યાઓથી ઘેરાયેલ છે. મોરબી જીલ્લો બન્યા બાદ આજ દીન સુધી શહેર માં એક પણ ફરવાલાયક સ્થળ પણ ઉપલબ્ધ નથી. જે ખરેખર સંવેદનશીલ સરકાર માટે કલંક સમાન ગણી શકાય. ગત નગરપાલીકા ની ચુંટણી માં મોરબી ની પ્રજાએ મોરબી નગરપાલીકા નાં કુલ ૧૩ વોર્ડ ની તમામ ૫૨ બેઠકો ભાજપ ને અપાવી હતી પરંતુ પાલીકા તંત્ર પ્રજા ના પ્રાણ પ્રશ્નો ઉકેલવા માં ઉણું ઉતર્યુ હોય તેવુ લાગી રહ્યુ છે, માત્ર એટલુ જ નહીં જીલ્લા ભાજપ કાર્યાલય પાસે પણ ગટર ઉભરાવવા ના અહેવાલો વારંવાર મિડીયા માં પ્રસિધ્ધ થઈ રહ્યા છે. ત્યારે એક સમયે સૌરાષ્ટ્ર ના પેરિસ તરીકે ની ઓળખ ધરાવતુ મોરબી શહેર આજે પ્રાથમિક સમસ્યાઓથી ઘેરાયેલ છે.

આ દરેક સમસ્યાઓના નિરાકરણ માટે નગરપાલીકા માં ઉચ્ચ લાયકાત તેમજ અનુભવ ધરાવતા ચીફ ઓફીસર હોવા આવશ્યક છે, માટે સમગ્ર વિશ્વ માં ઔદ્યોગિક ક્ષેત્રે ભારત દેશ નો ડંકો વગાડનાર મોરબી શહેર ની સમસ્યાઓના નિરાકરણ તેમજ પ્રજા ની સુખાકારી માટે હાઈકેડર ના ચીફ ઓફીસર ની તાત્કાલીક નિમણુંક કરવા યોગ્ય આદેશ આપવા નમ્ર વિનંતી.

 

આપના હકારાત્મક તેમજ ત્વરીત પગલા ની અપેક્ષા સહ……

 

લી.

નિર્મિત કક્કડ

મતદાર

૬૫- મોરબી માળીયા વિધાનસભા.

 

નકલ રવાનાઃ જીલ્લા કલેક્ટરશ્રી, મોરબી જીલ્લો,મોરબી.

Related posts

*HELLO MORBI:વિચાર,વટ,વચન,વાણી,વર્તન વ્યવહાર,વ્યવસ્થાથી અતિ વિશિષ્ટ બની રહેલ લોહાણા સમાજનો વઢિયાર વંદના સમારોહ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:૧૮ જુલાઈના રોજ વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે; ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો જોગ*

editor

*તાલાલા તાલુકા ના જાવંત્રી (પાણીકોઠા) ગામે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું*  

Hello Morbi

Leave a Comment