• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા રઘુવંશી લોહાણા સમાજના લોકપ્રિય અગ્રણી હરિભાઈ ગોકલાણીનું થયેલ દુઃખદ નિધન* 

મૂળ ભાભરના વતની હાલ ડીસા નિવાસી 83 વર્ષીય હરિભાઈ મણીલાલ ઠકકરનું તાજેતરમાં દુઃખદ નિધન થતાં સમગ્ર રઘુવંશી લોહાણા સમાજમાં આઘાતની લાગણી પ્રસરી હતી.

1-12-1939 ના રોજ જન્મેલા હરિભાઈએ ફાયનલ પરિક્ષા પાસ કરી ભાભરમાં વ્યવસાયિક ક્ષેત્રમાં જોડાયા હતા.ભાભર નગર પંચાયત તેમજ માર્કેટ યાર્ડના તેઓ સભ્ય રહી ચૂક્યા હતા.19 વર્ષ તેમણે વારાહી ગોકલાણી-સેજપાલ ક્ષેત્રપાલ દાદા મંદિરના સફળ પ્રમુખ તરીકે મહત્વની જવાબદારી ખૂબ જ કૂનેહપૂર્વક સંભાળી હતી.

સદગતની સ્મશાનયાત્રા તેમજ બેસણા-દશામાં પણ ખૂબ મોટી સંખ્યામાં પરિવારજનો,સ્નેહીજનો,પરિચિતોએ હાજરી આપી હતી.

ગોકલાણી સેજપાલ પરિવારના પ્રમુખ ધીરૂભાઈ ભૂજવાળા,ઉપપ્રમુખ ગુણવંતભાઈ ઠકકર,મંત્રી એ.ડી.રામ તેમજ અગ્રણીઓ ત્રિભોવનદાસ ગોકલાણી,શંભુલાલ ટી.ઠકકર,ચંદુભાઈ ચોકસી,હરિભાઈ તેજાભાઈ ઠકકર,ભગવાનભાઈ બંધુ ,ભરતભાઈ ગોકલાણી,વી.એચ.ઠકકર સહિત ગોકલાણી પરિવારના ઉપસ્થિત સૌ સભ્યોએ શ્રધ્ધાજલી પત્ર દ્રારા પરિવાર જનોને આશ્ર્વાસન આપ્યું હતું.

સદગતના પરિવાર વતી હસમુખભાઇ ઠકકર તેમજ ડો.મોહિતભાઈ ઠકકરે સૌ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

*મોરબી અને રાજકોટની સીટી બસોને ટંકારા સુધી દોડાવવાની માંગ ઉઠી*

Hello Morbi

*ટંકારા : *ટંકારા તાલુકાના હમીરપર ગામના રહેવાસી વિધીન ભોરણીયા એ મિતાણા-પડધરી રોડ રીપેર કરવાની વિનંતી જીલ્લા કલેકટરને લેખિત રજુઆતમાં કરવામાં આવી*

Hello Morbi

*વાંકાનેર ના જિનપરા જગાતનાકા વિસ્તારમાં યુવાનની કરપીણ હત્યા*

Hello Morbi

Leave a Comment