• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી બી ડવિઝન પોલીસ ની સરાહનીય કામગીરી ફેસબુકમાં આત્મહત્યાની પોસ્ટ મૂકી મહિલા જીવન ટૂંકાવે તે પહેલાં જ બચાવી લીધી*

 મોરબી તા ૧૨ : મોરબીમાં એક મહિલા બીમારીથી કંટાળીને આત્મહત્યા કરવા જવાની પોસ્ટ ફેસબુકમાં મુકતાની સાથે આ ગંભીર બાબત ધ્યાને આવતા બી ડિવિઝન પોલીસે મહિલાનું સરનામું મેળવી તુરંત તેને શોધી કાઢી ફરી ક્યારેય આવું પગલું ભરવા વિશે વિચારવું નહિ અને નકારાત્મક વિચારો દૂર કરી હકારાત્મક વિચારો સાથે જીવન જીવવા સમજાવી હતી. આથી આ મહિલાએ તેના પરિવાર સાથે ફરી ક્યારેય આવું નહિ વિચારે અને હિંમતપૂર્વક જીવમ જીવવાની ખાતરી આપી હતી.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પી.એ.દેકાવાડીયાને સોશ્યલ મિડીયાના માધ્યમથી એક મેસેજ મળેલ જેમાં એક મહિલાએ આત્મહત્યાનું પગલુ ભરવા જણાવેલ હોય જેમાં મેસેજમાંથી તે મહિલાના મોબાઇલ નંબર મેળવી તે મહિલાનું સરનામું મેળવી તાત્કાલીક મોરબી સીટી બી ડીવી પો.સ્ટેની. સી ટીમ તથા એલ.આઇ.બી શાખાના કામ કરતા સભ્યોને સુચના કરી અને મહિલાને શોધી જરૂરી માર્ગદર્શન પુરુ પાડવા સમજ કરવા સુચના કરતા તાત્કાલીક મોરબી સીટી બી ડીવીજનના સ્ટાફે મહિલાનું ઘર શોધી અને મહિલાને રૂબરૂ મળી અને માહિતી મેળવતા મહિલાને લાંબા સમયથી બિમારી હોય અને કંટાળી ગયેલ હોય જેથી ફેસબુકમાં આત્મહત્યા બાબતેની પોસ્ટ કરેલ હતી અને બાદમાં ડીલીટ કરી નાખેલ હતી. અને મોરબી સીટી બી ડીવી પોલીસના કાઉન્સીલીંગ બાદ મહિલાએ તેના પરીવારના સભ્યોની હાજરીમાં આવુ પગલુ નહીં ભરે તેમ અને હિંમતભેર આગળનું જીવન જીવવાની ખાતરી આપેલ હતી.

Related posts

GOLD PRICE TODAY: સોનાના ભાવમાં તેજી, ચાંદી પણ થઈ મોંઘી, જાણો આજની કિંમત

Hello Morbi

*HELLO MORBI: મોરબીમાં જિલ્લા ન્યાયાધીશશ્રી પી. સી. જોષીએ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિદ્યાલયની મુલાકત લીધી*

editor

*પારડી શીતળા માતાજી ના વિસ્તાર માં જલ સેનલ યોજનાનું ખાતમુહૂર્ત કરાયું*

Hello Morbi

Leave a Comment