• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી: માધાપર વિસ્તાર ફટાકડા ફોળવાની બાબતે થયેલ ફાયરિંગ માં બે સગીર સહિત ત્રણ ને ગણતરીના કલાકો માં અટકાયત કરતી મોરબી પોલીસ*

મોરબી તા ૨૭ : મોરબીના માધાપર વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે ગત તા. ૨૬ ની મોડી રાત્રે થયેલ ડખ્ખામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવા મામલે ભોગ બનનાર પરિવાર દ્વારા છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી . ફરિયાદ નોંધાયાની ગણતરીની કલાકોમાં પોલીસે એક આરોપી ઝડપી લઈ અને ૨ સગીર વયના કિશોરને હસ્તગત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના અંબિકા રોડ પર રહેતા સંગ્રામસિંહ જોરુભા જાડેજાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફટાકડા ફોડવા બાબતે થયેલ ઝગડામાં માં ૬ શખ્સો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલી હતી જેમાં એ ડિવિઝન સહિતની પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી વિષ્ણુ ઉર્ફે કિશન પ્રહલાદભાઈ ઠાકોર ઉ.વ. ૨૦ને ઝડપી લીધો હતો તેમજ ૨ સગીર વયના કિશોરને પણ હસ્તગત કર્યા હતા અને અન્ય એક આરોપી જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય તેને હસ્તગત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ફરી હતી. તેમજ પોલીસ ઘટના સ્થળે વપરાયેલ પિસ્તોલ પણ કબજે લીધી હતી અને બે અજાણ્યા શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે

Related posts

*ડીસાના બે મહાનુભાવોનું વિશ્ર્વ હિંદુ પરિષદ પ્રખંડ દ્રારા કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

*દીવાળીના તહેવારો નિમિતે જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા ગાયોને પૌષ્ટિક આહાર માટે પ્રેરણાદાયી દાન*

Hello Morbi

*સમય સાથે પશુચિકિત્સા ના કામ માં સુધારો જરૂરી છે જે 1962 ટીમે સાર્થક કર્યું-ડો. ભરતસિંહ ગોહિલ*

Hello Morbi

Leave a Comment