• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે હડીયાણા ગામ ખાતે શ્રી જાગનાથ મહાદેવ મંદિર થી શ્રી ગોવાબાપાના મંદિર સુધી વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા………….

*રૂ.૬૫ લાખના ખર્ચે રેન બસેરા,કોઝવે, પેવર બ્લોક,કંપાઉન્ડ વોલ,આર.ઓ.પ્લાન,ભૂગર્ભ ગટર તેમજ પાણીનો ટાંકો બનાવવામાં આવશે*

 

*સરકાર વિકાસકાર્યો થકી ગામડાઓને સ્વાવલંબી બનાવવા માટે તત્પર રહે છે- મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ*

 

જામનગર તા.૨૭ ઓકટોબર,રાજ્યના કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજી ભાઈ પટેલ દ્વારા જામનગરના હડીયાણા ગામે કુલ રૂ.૬૫ લાખના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું.જેમાં દેવીપૂજક વાસમાં રેન બસેરાનું કામ,કોઝવે, પેવર બ્લોકના કામ, કંપાઉન્ડ વોલના કામ,આર.ઓ.પ્લાન,ભૂગર્ભ ગટર, પાણીનો ટાંકો જેવા વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ વિકાસ કર્યો થવાથી ગ્રામ્ય વિસ્તારમાં વિકાસને વેગ મળશે તેમજ લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહેશે.

 

આ પ્રસંગે મંત્રીશ્રીએ કહ્યું હતું કે,રાજ્ય સરકાર ગામડા અને ગ્રામ્ય વિસ્તારના લોકોના વિકાસ માટે સતત પ્રયાસશીલ રહે છે.ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ વિકાસ કામો થવાથી લોકોની સુવિધાઓમાં વધારો થશે.ગામમાં આર.ઓ.પ્લાન તેમજ પાણીના ટાંકા જેવા કામો થી પાણીની સમસ્યા દૂર થશે.ભૂગર્ભ ગટર, પેવર બ્લોક અને કંપાઉન્ડ વોલના કામો થવાથી ગામના લોકોને જરૂરી પ્રાથમિક સુવધાઓ મળી રહેશે.સરકાર દરેક ગામોમાં આવા વિકાસ કામો કરીને ગામડાઓને સ્વાવલંબી બનાવવા માટે તત્પર રહે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવામાં આવે છે.

 

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા,રસિકભાઈ ભંડેરી.જોડિયા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી નરોત્તમભાઈ સોનગરા,હડિયાણા સેવા સહકારી મંડળી લી ના પ્રમુખશ્રીમગનભાઈ કાનાણી. દિનેશભાઈ, ત.ક.મંત્રી.હડિયાણા ડી.ડી.પંડયા. શ્રી જી.પી.ગઢીયા,(હડિયાણા ગ્રા.પ.વહીવટદાર).માજી સરપંચ શ્રી ચિંતનભાઈ કાલાવડિયા, જોડિયા તાલુકા પંચાયત અધ્યક્ષ શ્રી વલ્લભભાઈ ગોઠી, ગામના ગામના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા………………………

 

Related posts

*HELLO MORBI:નવયુગ સંકૂલ વીરપરના વિદ્યાર્થીઓ SGFI શાળાકીય રમતોત્સવમાં રાજ્યકક્ષાએ રમવા જશે*

editor

*HELLO MORBI:શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરે યોજેલ મેગા મેડિકલ કેમ્પ અભૂતપૂર્વ સફળતાને વર્યો*

editor

*HELLO MORBI: ટંકારામાં ઉગમણા નાકનો પ્રવેશદ્વાર ઓચિંતો ધરાશય કોઈ જાનહાની નહીં થયા ના અહેવાલ*

Hello Morbi

Leave a Comment