• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ભાઈ અમેરીકા હોય, મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી ભાઈબીજ ની ઉજવણી કરતા રાજકોટ નાં ઉર્વશીબેન કીશનકુમાર ઠુમ્મર*

*મોરબી હરીહર અન્નક્ષેત્ર ના ટ્રસ્ટી, લાયન્સ ક્લબ બજરંગ ધૂન મંડળ ના અગ્રણી, રામ મહેલ જીર્ણોધ્ધાર સમિતી ના સદસ્ય, કે.પી.ભાગીયા સાહેબ ના સંતાનો ની પ્રેરક પહેલ*

 

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવાયજ્ઞ ચલાવવા માં આવે છે ત્યારે આજ રોજ ભાઈ બીજ ના પર્વ નિમિતે મોરબી લેઉઆ પટેલ સમાજ અગ્રણી હરીહર અન્નક્ષેત્ર ના ટ્રસ્ટી, લાયન્સ ક્લબ તથા બજરંગ ધૂન મંડળ અગ્રણી તેમજ રામ મહેલ જીર્ણોધ્ધાર સમિતી ના સદસ્ય શ્રી કે.પી.ભાગીયા સાહેબ ના સુપુત્ર ચિ. સુમિતભાઈ કે જેઓ અમેરીકા માં સ્થાયી છે, સુમિત ભાઈ ના બહેન રાજકોટ નિવાસી ચિ. ઉર્વશીબેન કીશન કુમાર ઠુમ્મર(રાજબેંક) દ્વારા ભાઈ ને ભાઈબીજ નુ આમંત્રણ આપવા માં આવ્યુ પરંતુ ભાઈ અમેરીકા હોય ભાઈએ મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં ભાઈબીજ નિમિતે મહાપ્રસાદ યોજવા નુ કહેતા બહેન દ્વારા મહાપ્રસાદ યોજી ભાઈબીજ ની સાર્થક ઉજવણી કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. આ પ્રસંગે કે.પી.ભાગીયા સાહેબ, કાંતિભાઈ ડોબરીયા, મનુભાઈ ઉજરીયા, લવજીભાઈ પટેલ સહીત ના લેઉઆ પટેલ સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ મંદિર ના અગ્રણી શ્રી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ સહીતનાઓ એ અભિનંદન પાઠવ્યા હતા.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*HELLO MORBI: મોરબી શહેરમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું બહાર પડાયું*

editor

*પત્રકાર જીજ્ઞેશ પ્રજાપતિનો આજે જન્મદિવસ*

Hello Morbi

*HELLO MORBI: ટંકારા અમરાપર રોડ પર જાહેરમાં જુગાર રમતા બે ઇસમોને ૩૧-૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

Leave a Comment