• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને પુલ દુર્ઘટના અંગે રિવ્યૂ બેઠક યોજાઈ*

મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના બાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તત્કાળ પહોંચી અસરગ્રસ્તોની વ્હારે પહોંચી ગયા હતા અને ઘાયલોના ખબર અંતર પૂછ્યા બાદ મોરબીમાં રાત્રિ રોકાણ કરીને રેસ્ક્યુ ટીમને સર્ચ ઓપરેશન દરમિયાન માર્ગદર્શન આપ્યું હતું. આજે બીજા દિવસે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર સ્થિતને ધ્યાને લઇને જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ, પોલીસ સહિત અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે, મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે રિવ્યૂ બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, પુલ દુર્ઘટના અંગે રચાયેલી હાઇપાવર કમિટીના વડાશ્રી રાજકુમાર બેનિવાલ, ઉદ્યોગ કમિશનર ડૉ. રાહુલ ગુપ્તા, મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પગાર ભગદેવ, મોરબી જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ ત્રિપાઠી, રાજકોટ ગ્રામ્ય પોલીસવડાશ્રી જયપાલસિંહ રાઠોર, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાશ્રી હરેશ દુધાત સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

ઉલ્લેખનીય છે કે દુર્ઘટના બાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જીવ ગુમાવનાર નાગરિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાંથી પ્રત્યેક મૃતકના પરિવારજનને ૪ લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: વીસ માર્ચે દરિયાલાલ પ્રભુની પ્રાગટ્ય જન્મ જયંતી નિમિત્તે યજ્ઞ, સમૂહ ભોજન સહિતના કાર્યક્રમ યોજાશે*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

મોરબી મુનનગરમાં પીવાના પાણી વિતરણના ધાંધિયાથી સ્થાનિકો પરેશાન

Hello Morbi

Leave a Comment