• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર:ના મેસરીયા ગામેથી દેશી પિસ્તોલ કારતુસ સાથે એક ઝડપી પાડતી મોરબી એસઓજીની ટીમ*

વાંકાનેર : તા ૫ હાલ વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી મોરબી જિલ્લામાં પોલીસે પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે ત્યારે વાંકાનેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મોરબી એસઓજી ટીમે બાતમીને આધારે મેસરીયા ગામેથી એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને ૨ કારતુસ સાથે ઝડપી લીધો હતો.

 

મોરબી એસઓજી ટીમે વાંકાનેર તાલુકામાં પેટ્રોલિંગ દરમિયાન મેસરીયા ગામના તળાવ પાસેથી આરોપી રહીમભાઈ રાયધનભાઈ મોવર, રે.વિસીપરા રેલવે સ્ટેશન વાળાને દેશી બનાવટની પિસ્તોલ કિંમત રૂપિયા ૧૦ હજાર તેમજ ૨ જીવતા કારતુસ કિંમત રૂપિયા ૨૦૦ સાથે ઝડપી લઈ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

આ સફળ કામગીરી ઇન્ચાર્જ એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યા, પીએસઆઇ કે.આર.કેસરિયા, એએસઆઇ રણજીતભાઇ રામભાઈ બાવડા, હેડ કોન્સ્ટેબલ રસિકભાઈ ભાણજીભાઇ કડીવાર, સબળસિંહ વાઘુભા સોલંકી, શેખભાઈ સંગ્રામભાઇ મોરી, મહાવીરસિંહ અનિરૂધ્ધસિંહ પરમાર, પોલીસ કોન્સ્ટેબલ સતિષભાઈ સુખાભાઈ ગરચર, કમલેશભાઈ કરશનભાઇ ખાંભલીયા, ભાવેશભાઈ માવાભાઇ મિયાત્રા અને અંકુરભાઈ લાલજીભાઈ ચાચુ સહિતનાઓએ કરી હતી.

Related posts

*HELLO MORBI NEWS:જીરાગઢ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પ્રફુલાબેન રાઠોડ ની બિનહરીફ વરણી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બ્રહ્માકુમારીના બહેનો દ્વારા મોરબી એસટીડેપોના ડ્રાઇવર, કંડકટર, મિકેનિક, ભાઈઓને રક્ષાબંધન કરી રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ*

editor

*HELLO MORBI NEWS: મોરબી જિલ્લામાં નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપની પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાયા*

editor

Leave a Comment