• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મરણ ગયેલ હોય તો વાલીવારસોએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો*

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધાયેલ છે. જે અનુસાર કોઈ દલપતભાઈ કનુભાઈ રાવલ પુરુષ ઉ.વ. ૬૫, તા.૨૭/૧૦/૨૦૨૨ રોજ કોઈ બીમારી સબબ મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ અને તા.૦૨/૧૧/૨૦૨૨ ના વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરતા સારવાર દરમ્યાન મરણ ગયેલ હોય જે મરણ જનારની લાશની કોઇ ઓળખ થયેલ ન હોય કે તેના વાલી વારસ મળી આવેલ નથી.

 

મરણ જનાર પુરૂષ ઉ.વ. ૬૫ વર્ષનો શરીરે પાતળો બાંધો વાને ઘઉવર્ણ, માથાના ભાગે ટાલ તથા ટૂંકા કાળા વાળ તથા રાખોડી કલરનો લીટી વાળો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. તેમજ મોઢામાં ઉપરના ત્રણ દાત પડી ગયેલ છે. આ મરણ જનારના વાલી વારસોએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલશ્રી એન.એસ.મેસવાણીયાના મો.નં.૯૯૦૪૭૧૩૨૪૭ અથવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ટેલીફોન નંબરઃ- ૦૨૮૨૨-૨૩૦૧૮૮ નો સંપર્ક કરવા પોલીસ ઈન્સ્પેકટરશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI NEWS:નવયુગ કોલેજ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ સેમીનાર યોજાયો*

editor

*HELLO MORBI:ટંકારા:બેટી બચાવો બેટી પઢાઓ અંતગર્ત કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI NEWS:મોરબી: જીતેન્દ્રભાઈ અંબારામભાઈ દેસાઈ ઉંવ ૪૭ નું દુઃખદ અવસાન: બેસણું:સાદડી*

editor

Leave a Comment