• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામે ગેર કાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક ઇસમને પકડીપાડતીએસ.ઓ.જી.ટીમ મોરબી*

મોરબી તાલુકા વિસ્તારમાં બેલા (આમરણ) ગામે મજકુર ઇસમના રહેણાંક મકાનના પાછળના ભાગે બાવળની કાંટ પાસેથી ગેર કાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી
તા.૦૫/૧૦/૨૦૨૩ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ મોરબી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમિયાન પોલીસ હેડ કોન્સ. જુવાનસિંહ ભરતસિંહ રાણા તથા પોલીસ કોન્સ. આશીફભાઇ રહીમભાઇ ચાણકીયાને બાતમી મળેલ કે, બેલા ગામે રહેતો હુશેનભાઇ મીયાણા જેને આછા ગુલાબી કલરનો શર્ટ તથા બ્લુ જીન્સ પેન્ટ પહેરેલ છે. તે ઇસમ પોતાના રહેણાંક મકાનની પાછળ બાવળની કાંટ પાસે એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે બેઠેલ છે. તેવી બાતમી હકીકત આધારે સદરહુ જગ્યાએ રેઇડ કરતા મળેલ હકીકત મુજબના વર્ણન વાળો ઇસમ નીચે જણાવ્યા મુજબના નામ સરનામા તથા મુદામાલ સાથે મળી આવતા તેના વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ સરનામુ :-
હુશેનભાઇ નુરાલીભાઇ જામ જાતે મીયાણા ઉવ.૩૫ ધંધો મજુરી રહે.બેલા જુના ગામમાં તા.જી.મોરબી
પકડાયેલ મુદામાલની વિગત :-
ગે.કા.દેશી હાથ બનાવટની જામગરી નંગ-૧, કિં.રૂ.૨૦૦૦/- > કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :-
શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા શ્રી પો.સબ ઇન્સ. એમ.એસ.અંસારી તથા શ્રી કે.આર.કેસરીયા તેમજ એ.એસ.આઇ. રસીકભાઇ કડીવાર તથા ફારૂકભાઇ પટેલ તથા કિશોરદાન ગઢવી તથા પોલીસ હેડ કોન્સ. શેખાભાઇ મોરી તથા જુવાનસિંહ રાણા તથા મહાવિરસિંહ પરમાર તથા મુકેશભાઇ જોગરાજીયા તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી માણસુરભાઇ ડાંગર તથા ભાવેશભાઇ મિયાત્રા તથા આશીફભાઇ ચાણકીયા તથા સામંતભાઇ છુછીયા તથા કમલેશભાઇ ખાંભલીયા તથા અંકુરભાઇ ચાંચુ વિગેરે જોડાયેલ હતા.

Related posts

સિંહોની સ્વભાવ વિરુદ્ધની હરકત: 2 યુવતીઓ પર કર્યો હૂમલો, એકને ફાડી ખાધી, વન વિભાગે શરૂ કરી કાર્યવાહી

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લામાં ચાર કરતા વધુવ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ*

editor

*HELLO MORBI:વાંકાનેરમાં વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે વહીવટી તંત્ર સતત ખડે પગે*

editor

Leave a Comment