• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા રઘુવંશી લોહાણા સમાજના સ્થાપક પ્રમુખ રમેશભાઈ અખાણીનું થયેલ દુઃખદ અવસાન* 

સમાજ કાર્ય,સેવા કાર્ય તેમજ સ્વાધ્યાય કાર્ય માટે સમર્પિત જીવન જીવનાર ડીસા રઘુવંશી દેશી લોહાણા મહાજનના સ્થાપક પ્રમુખ રમેશભાઈ ઉમિયાશંકરભાઈ અખાણી/ઠકકરનું અમદાવાદ ખાતે ટૂંકી બિમારી બાદ દુખદ નિધન થતાં તેમના પરિવાર ઉપરાંત સમગ્ર રઘુવંશી લોહાણા સમાજમાં ઉંડા આઘાતની લાગણી પ્રસરી છે.

તેમના નેતૃત્વમાં ડીસા ખાતે લોહાણા મહાજન વાડી બનાવવાનો શુભારંભ થયો હતો.તેઓ ખૂબ જ ઉત્સાહી,જાગૃત,કર્મઠ,મિલનસાર તેમજ અજાતશત્રુ સમાન હતા.તેમના સરળ તેમજ નિર્મળ વ્યકિતત્વને લીધે તેઓ ખૂબ સારૂ મિત્રવર્તુળ તેમજ ચાહકવર્તુળ ધરાવતા હતા.અમદાવાદ ખાતે તેમની સ્મશાનયાત્રામાં અનેકજનો જોડાયા હતા.

વિશ્ર્વ લોહાણા મહાપરિષદ ના પ્રમુખ સતીષભાઈ વિઠલાણી,ઉપપ્રમુખો ધર્મેશભાઈ હરિયાણી,જીતુભાઈ નાશિક,જીતુભાઈ લાલ,મંત્રીઓ હરિશભાઈ ઠકકર,ડો.સુરેશભાઈ પોપટ,ખજાનચીઓ વસંતભાઈ અનારકટ,યોગેશભાઈ ઠકકર તેમજ ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ બંધુએ તેમના પરિવારને શોક સંદેશો પાઠવી આશ્ર્વાસન આપ્યું હતું.

રમેશભાઈ અખાણી પરિવારના અરવિંદભાઈ અખાણી,વિજયભાઈ અખાણી,આનંદભાઈ અખાણી સહિત સૌએ દુખની આ વસમી વેળાએ સહકાર આપનાર સૌ કોઈ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

*રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સેલ જામનગર દ્વારા શ્રી સાંઈ વિદ્યાલય જોડિયા ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI: સ્વ,વાલજીભાઈ કલ્યાણજીભાઈ પાંચોટિયા ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પાંચોટિયા પરિવાર તથા નાલંદા પરિવાર દ્વારા નાલંદા વિદ્યાલય વિરપર ખાતે સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડિયા માં ઇદે- મિલાદુન-નબી ની ભવ્ય ઉજવણી ગામના માર્ગો પર નિકળ્યું ઝુલુસ* *કોમી- એકતા સાથે ભાઇ ચારો નો સંદેશ*

editor

Leave a Comment