• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ચૂંટણી મતદાન વિસ્તારમાં આવેલ સરકારી આરામગૃહોના ઉપયોગપર નિયંત્રણ કરતું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું*

મોરબી જિલ્લાની વિધાનસભાની સામાન્ય ચૂંટણી ને ધ્યાને લઇ ચૂંટણી મતદાન વિસ્તારમાં આવેલ સરકારી, અર્ધસરકારી આરામગૃહો, ડાકબંગલાઓ, વિશ્રામગૃહો તથા સરકારી રહેણાંકનો તેની સાથે જોડાયેલ આંગણું, કમ્પાઉન્ડ સહિત કોઈ રાજકીય પક્ષના હોદેદારો, ચૂંટણી લડતા ઉમેદવારો તેમના ચૂંટણી એજન્ટોએ રાજકીય હેતુસર કે ચૂંટણી વિષયક કે ચૂંટણી પ્રચાર-પ્રસારના હેતુસર ઉપયોગ કરવા પર નિયંત્રણ મુકતું જાહેરનામુ મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે.મુછાર દ્વારા બહાર પડાયું છે.

 

જાહેરનામા અનુસાર પેટાચૂંટણી મતદાન વિસ્તારમાં આવેલ વિશ્રામગૃહ, અતિથિગૃહ ડાકબંગલાના સ્થળે રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગીક મીટીંગ પણ યોજવા ૫૨, આવા આવાસના કમ્પાઉન્ડમાં રાજકીય ચૂંટણી હેતુ માટે ઉપયોગમાં લેવાના વાહનો પાર્કીંગ કરવા પર, ચૂંટણી પ્રચાર હેતુ માટે આવતા કોઈપણ મહાનુભાવોને મતદાન પૂરું થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહ અતિથિગૃહ વગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવા પર પરંતુ જે રાજકીય પદાધિકારીઓને ઝેડ કક્ષાની કે રાજયના કાયદાની જોગવાઈ અનુસાર સમાન કે તેથી વધુ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવેલ હોય તેમને વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે સિવાય કે આવો રૂમ ચૂંટણી ફરજ પર નિમાયેલ અધિકારી/નિરિક્ષકને અગાઉથી ફાળવવામાં આવેલ ન હોય. પરંતુ આવી ઝેડ સ્કેલની સીકયુરીટી ધરાવતા વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહે તે દરમિયાન કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃતિ હાથ ધરી શકાશે નહીં.

Related posts

*HELLO MORBI NEWS:મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા 42 દીકરીઓના ભાતીગળ પરંપરા સાથેભવ્યાતિભવ્ય સમૂહ લગ્ન યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા: નવનિયુક્ત નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ની શુભેચ્છા મુલાકાત લેતા ધારાસભ્યશ્રી*

editor

*HELLO MORBI: સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી વાંકાનેર પોલીસ*

editor

Leave a Comment