• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી માં પ્રથમ વખત મતદાન કરવા ઉત્સુક યુવાનો નુ ભાજપ તરફ પ્રયાણ*

*ગીરીશભાઈ ઘેલાણી, નિકુંજભાઈ કોટક, દીપકભાઈ સોમૈયા, અજયભાઈ કોટક, નરેન્દ્રભાઈ પોપટ, સી.ડી.રામાવત, હસુભાઈ પંડ્યા સહીતના ભાજપ અગ્રણીઓના હસ્તે ભાજપ નો ખેંશ ધારણ કરી કાંતિલાલ અમૃતિયાને સમર્થન કરતા મોરબી ના યુવાનો.*

 

પ્રવર્તમાન સમયે ગુજરાત વિધાનસભા ની ચુંટણી ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લા ની ત્રણેય બેઠકો પર ભાજપ ના ઉમેદવારો ને પ્રચંડ જનસમર્થન મળી રહ્યુ છે. વિધાનસભા ચુંટણી નો સૌથી વધુ ઉત્સાહ પ્રથમ વખત મતાધિકાર નો ઉપયોગ કરવા જઈ રહેલા નવયુવાનો માં જોવા મળતો હોય છે. દેશ ના ભવિષ્ય ના નિર્માતા એવુ યુવાધન કેન્દ્રીય તેમજ રાજ્ય કક્ષા ના નેતૃત્વ થી પ્રેરાઈ ભાજપ તરફ વળી રહ્યુ છે તેવુ દેખાઈ રહ્યુ છે જે તાજેતર માં મોરબી ખાતે પ્રદર્શિત થયુ છે. મોરબી-માળીયા-૬૫ વિધાનસભા ના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા ના મધ્યસ્થ ચુંટણી કાર્યાલય ખાતે પ્રથમ વખત મતદાન કરવા જતા નવયુવાનો એ ભાજપ અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિકુંજભાઈ કોટક, દીપકભાઈ સોમૈયા, અજયભાઈ કોટક, નરેન્દ્રભાઈ પોપટ, હસુભાઈ પંડ્યા, સી.ડી.રામાવત સહીત ના અગ્રણીઓના હસ્તે ભાજપ નો ખેંશ ધારણ કરી કાંતિલાલ અમૃતિયા ને સમર્થન આપ્યુ છે. ગુજરાત નુ યુવાધન ભાજપ પ્રચંડ સમર્થન આપી રહ્યુ હોય પ્રવર્તમાન વિધાનસભા ની ચુંટણી માં ભાજપ નો ફરી એક વખત વિજય નિશ્ચિત મનાઈ રહ્યો છે. જેમાં મોરબી જીલ્લા ની તમામ બેઠકો પર ભાજપ ભવ્ય વિજય મેળવશે તેવુ રાજકીય પંડિતોનુ માનવુ છે.

 

લી.

નિર્મિત કક્કડ

સૈનિક

ભા.જ.પ.

મોરબી.

Related posts

*રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની હડિયાણા કન્યા શાળા તેમજ આઈ.ઈ.ડી. વિભાગ જામનગરના શિક્ષકોએ પ્રતિનિધિત્વ કર્યું.*

Hello Morbi

*HELLO MORBI: ભાજપ ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા વિધાનસભા ૬૫-મોરબી-માળિયા બેઠક પર જીત ના પ્રબળ દાવેદાર*

Hello Morbi

*HELLO MORBI: રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની કોઠાસુઝને સન્માનિત કરતી યોજના : ‘સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર*

editor

Leave a Comment