• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીમાં સ્કૂલે ગયેલો મુકેશ ઉ. વ,૧૩ સગીર લાપતા, અપહરણની આશંકા સાથે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ*

મોરબી :તા ૨૫ મોરબીના ઘૂંટુ રોડ ઉપર હરિઓમ સોસાયટીમાં ફઈબા સાથે રહેતો સગીરવયનો બાળક સ્કૂલે ગયા બાદ તા.૨૩ ના બપોરથી લાપતા બનતા સગીરના અપહરણની આશંકાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘૂંટુ રોડ ઉપર હરિઓમ પાર્ક સોસાયટીમા રહેતા લીલાબેન પીયૂષભાઈ કાલરીયા ભાઈ કરણભાઈ ઉર્ફે પ્રકાશભાઈનું મૃત્યુ થતા તેમનો પુત્ર મુકેશ ઉ.૧૩ નામનો બાળક લીલાબેન સાથે જ રહે છે અને મોરબીના ઘૂંટુ ગામે આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ ૭ મા અભ્યાસ કરે છે.

ગત તા.૨૩ના રોજ લીલાબેનનો ભત્રીજો મુકેશ રાબેતા મુજબ સ્કૂલે ગયા બાદ બપોરે ઘેર પરત ન ફરતા પરિવાર દ્વારા વ્યાપક શોધખોળ કરી હતી પરંતુ મુકેશ નહિ મળી આવતા મુકેશના અપહરણની શંકાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 

લાપતા બનેલ મુકેશ વાને ઉજળો અને પાતળા બાંધાનો છે, બન્ને પગે ટાંકા લીધેલાના નિશાન છે, મુકેશની ઉંચાઈ પોણા પાંચ ફૂટ જેટલી છે અને લાપતા બન્યો ત્યારે કાળા કલરનું ટીશર્ટ, આછા બ્લ્યુ કલરનું જીન્સ, દુધિયા ટીશર્ટ અને કાને લાલપટ્ટી બાંધી હતી. જો કોઈ ને મુકેશ અંગે જાણ થાય તો નજીકના પોલીસ મથકે જાણ કરવા અનુરોધ કરાયો છે.

Related posts

*HELLO MORBI: માળીયા તાલુકાના મેઘપર ગામે ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં વ્યસન જાગૃતિ અર્થે નિબંધ સ્પર્ધા યોજાઈ*

Hello Morbi

*HELLO MORBI:હળવદના ઇંગોરાળા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પતા પ્રેમી ની અટકાયત કરતી હળવદ પોલીસ*

editor

વર્લ્ડ બેંકના પૂર્વ ચીફ ઇકોનોમિસ્ટે ભારતની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી, કહ્યું- ગરીબોને આર્થિક મદદની જરૂર

Hello Morbi

Leave a Comment